શ્રી મારૂતિ કુરીયર સર્વિસીઝ પ્રા.લિ. દ્વારા પીએમ કેર્સ ફંડમાં રૂપિયા ૧.૮ કરોડનુ આર્થિક યોગદાન

66

અલગ અલગ શહેરમાં સતત ખડેપગે કાર્યરત સેવાકર્મીઓ તેમજ જરૂરતમંદો માટે અલ્પાહાર-ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ

નરેન્દ્રભાઇએ કોરોના વાયરસની વૈશ્ર્વિક સમસ્યા સમયે ભારતની જરૂરીયાતમંદ જનતા માટે ઉદાર હાથે સ્વૈચ્છિક યોગદાન આપવાની અપીલ કરેલ છે તેના પ્રતિસાદરૂપે શ્રી મારૂતી કુરીયર સર્વિસીઝ દ્વારા દેશની અસરગ્રસ્ત જનતા માટે રૂા.૧,૦૮, ૦૦,૦૦૦(અંકે રૂપીયા એક કરોડ આઠ લાખ)નું આર્થિક યોગદાન અર્પણ કરેલ છે.

દેશમાં કુરીયરક્ષેત્રે નંબર ૧ રહેવાની સાથે સાથે મારૂતી કુરીયર સર્વિસીઝ પ્રા. લી. સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવવામાં પણ હંમેશા અગ્રેસર રહેલ છે.  દેશ આવી કપરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો ત્યારે દેશની જનતાને આર્થિક સહયોગ અને સહાનુભુતિની જરૂર છે ત્યારે રામભાઇ મોકરીયાના બન્ને એમ.ડી. અજય મોકરીયા અને જોઈન્ટ એમ.ડી મૌલિક મોકરીયાએ દેશહિતમાં ઉપરોકત સરાહનીય પગલું ભરેલ છે. ઉપરાંત સ્વને ભૂલીને સ્વદેશની જનતાની સેવામાં ભેખધારી મેડીકલ, પેરામેડીકલ, પોલીસ, મીલીટરી તથા એડમીની સ્ટ્રેશન વીંગ તથા હેલ્થ વર્કર મિત્રોના યોગદાન બદલ તેમને ધન્યવાદ પાઠવેલ છે.

દેશની જનતા માટે ખડે પગે તૈનાત યોધ્ધાઓ તેમજ જરૂરીયાતમંદને શ્રી મારૂતી કુરીયર સવિંસીઝ પ્રા. લી ની ટીમ દ્વારા અમદાવાદ, રાજકોટ, ભુજ, બરોડા, સુરત, મુંબઇ, જયપુર, દિલ્હી વિગેરે સીટીમાં અલ્પાહાર તેમજ ભોજનની સુવિધા પણ કરવામાં આવેલ.

શ્રી મારૂતિ કુરીયસ સર્વિસનું સફળતાપૂર્વક સુકાન સંભાળી રહેલ અજય મોકરીયા અને મૌલિક મોકરીયાએ ઉમેરેલ હતું કે ભારતની યુવા પેઢીએ રાષ્ટ્રનુ ભવિષ્ય છે. આવનાર સમયમાં આવી આફતો સામે લડવા દેશને સક્ષમ બનાવવો તે યુવા પેઢીને જવાબદારી છે.

તે અનુસંધાને ભાવિ પેઢીના જીવનમાં યોગ અને પ્રાણાયામ, પર્યાવરણનું રક્ષણ, વ્યસનમુક્તિ, તંદુરસ્તીને લગતી જાગૃતિ અને મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રકચરને અગ્રતા આપવી તે વિકાસનું એક મહત્વનું સોપાન ગણાશે.

Loading...