Abtak Media Google News

આંખના પાલકરે લોકોને ઘાયલ કરતી પ્રિયા પ્રકાશે ફરી એકવાર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. આંખોની કરામતથી રાતોરાત ફેમસ થઈ ગયેલી મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વરિયરે ફરી પાછી ચકચાર જગાવી છે. પ્રિયા પ્રકાશનની આગામી લેટેસ્ટ ફિલ્મ ‘શ્રીદેવી બંગલો’નું ટીઝર રિલીઝ હાલમાં જ રીલીઝ કરાયું છે છે.

Screenshot 4 6

આ ટીઝરમાં પ્રિયા પ્રકાશે શ્રીદેવી નામની જ એક ફિલ્મ અભિનેત્રીની ભૂમિકા ભજવી છે. ટીઝરમાં તે ટીઝરમાં તેને લંડનમાં જોગિંગ કરતી, સિગારેટ ફૂંકતી અને બારમાં દારૂ પીતી પણ
બતાવવામાં આવી છે. ટીઝરને અંતે બાથટબમાં મૃત હાલતમાં પડેલી એક સ્ત્રીના પગ દેખાય છે.

 આ ઉપરાંત આ ફિલ્મ 14 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ ચાર ભાષાઓમાં રિલીઝ થશે. જેમાં મલયાલમ, તામિલ, તેલુગુ અને કન્નડ ભષાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ફિલ્મના ડિરેક્ટર પ્રશાંત મમ્બુલીને સ્વર્ગસ્થ અભિનેત્રી શ્રીદેવીના પતિ અને ફિલ્મ પ્રોડ્યુસર એવા શ્રીદેવીના પતિ બોની કપૂરે પોતાની પત્નીના અવસાનને મજાક બનાવી દેવા બદલ લીગલ નોટિસ પણ ફટકારી છે. ડિરેક્ટર પ્રશાંત મમ્બુલીએ મીડિયા સમક્ષ સ્વીકાર્યું પણ ખરું કે, ‘હા, અમને ગયા અઠવાડિયે જ મિ. બોની કપૂર તરફથી લીગલ નોટિસ મળી છે અને અમે તેનો સામનો પણ કરીશું.’ ડિરેક્ટર મમ્બુલીનો બચાવ છે કે શ્રીદેવી તો કોમન નામ છે અને એની ફિલ્મનું પાત્ર પણ ફિલ્મ એક્ટર છે.

752385 Boney Priya Prakash

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.