Abtak Media Google News

સદભાવના વૃઘ્ધાશ્રમના વૃઘ્ધોને સૌરાષ્ટ્રના પ્રસિઘ્ધ યાત્રાધામોના દર્શન કરાવાશે.આયોજકો ‘અબતક’ની મુલાકાતે

ઉમ્મીદ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા સદભાવના વૃઘ્ધાશ્રમના વૃઘ્ધો માટે પરસોતમ માસ નિમીતે શ્રવણ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. સમાજના વિકાસ માટે સમાજના હરએક નાગરીકનું પ્રદાન હોય છે. સદભાવના વૃઘ્ધાશ્રમના વૃઘ્ધોએ સમાજમાં કરેલ તેમના પ્રદાન માટે ઋણ સ્વીકાર કરી તેમના માટે આ યાત્રાનું ઉમ્મીદ ફાઉન્ડેશન આયોજન કરવામાં આવેલું છે.

આ કાર્યક્રમ અંતર્ગત વડીલોને તા. ૩-૬ ના રોજ સૌરાષ્ટ્રના પ્રસિઘ્ધ યાત્રા ધામો દામોદર કુંડ (જુનાગઢ), પરબ, ખોડલધામ, વિરપુર  અને સ્વામીનારાયણ મંદીર ગોંડલ જેવા પવિત્ર સ્થળોની યાત્રા કરાવવામાં આવશે. આ કાર્યક્રમ સફળ બનાવવામાં આઇશ્રી ખોડીયાર ફાયનાન્સ ના શેૈલેન્દ્રસિંહ મોહબતસિંહ ગોહિલ તરફથી સહયોગ મળેલ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કિરણબેન માકડીયા, મનીષાબેન ટાંક, દિલ્પાબેન મકવાણા, બંસરીબેન સોની, બ્રિજલબેન મહેતા, કૌશિકલભાઇ ટાંક અને ધારાબેન વૈશ્ર્નવ, અમિતભાઇ રાજયગુરુ જહેમત ઉઠાવી રહ્યા છે.

આ યાત્રાને કાશ્મીરામેન નથવાણી (સામાજીક અગ્રણી) નરેન્દ્રસિંહ ઠાકોર (શીક્ષણ સમીતી-ચેરમેન) જગદીશભાઇ ભોજાણી (શિક્ષણ સમીતી) મુકેશભાઇ મહેતા (શિક્ષણ સમીતી) દ્વારા બસ પ્રસ્થાન કરાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.