Abtak Media Google News

તંત્રની વ્હાલા-દવલાની નીતિથી પાણી માટે તરસ્યા અગરીયા પરિવારો : છેલ્લા બે માસથી વિહોતનગરની પાણીની લાઇન બંધ કરાતાં ગામલોકો મુશ્કેલીમાં

હળવદ તાલુકાના જોગડ અને કીડી ગામેથી પસાર થતી વિહોતનગરની પાણીની પાઇપલાઇન વાટે રણકાંઠાના અગરીયા પરિવારોને પાણી પુરવઠા બોર્ડ દ્વારા પીવાનું પાણી પુરૂ પાડવામાં આવતું હતું પરંતુ કોઇ રાજકીય ઇશારે વિહોતનગરની પાણીની લાઇન છેલ્લા બે માસથી બંધ કરી દેવાતા રણકાંઠાના અગરીયાઓ પાણીની પોકાર લગાવી છે ત્યારે આ બાબતે અગરીયા નિવારણ મંચ અને સમસ્ત ચુવાળિયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ દ્વારા હળવદ મામલતદાર સહિત મોરબી, સુરેન્દ્રનગર કલેકટરને લેખિત રજૂઆત કરી છે.તેમ છતાં પણ પાણીની સમસ્યા હલન કરાયા આજે વિહોતનગરના ગ્રામ જનો હળવદ મામલતદાર કચેરી ખાતે ધરણાં પર ઉતરી જતાં તંત્ર મા દોડધામ મચી જવા પામી હતી અને પાચ દીવસમા પાણી ની સમસ્યા દુર કરવાની ખાત્રી આપીહતી

F 1હળવદ પંથકમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા  મા દીવસે ને દીવસે વધારો થતો જાય છે ત્યારે હળવદ ના જોગડ વિહોતનગર ગામે છેલ્લા બે માસથી પાણી નુ ટીપુય ન આવતું હોવાથી ગ્રામ જનો દ્વારા અનેકવાર પાણી અંગે તંત્ર ને રજુઆત કરી હોવા છતાં પણ કોઈપણ પ્રકારની રજુઆત ધ્યાને નહી લેવાતા આજરોજ સમસ્ત ચુવાળિયા કોળી ઠાકોર સમાજ અગરીયા સમસ્યા નિવારણ મંચના પ્રમુખ પપ્પુભાઈ ઠાકોર ની આગેવાની હેઠળ જોગડ વીહોતનગર ના ગ્રામ જનો હળવદ મામલતદાર કચેરી ખાતે ધશીઆવી આવેદનપત્ર આપી પાણી માટે ધરણાં પર ઉતરી ગયા હતા જેથી તંત્ર મા ભારે દોડધામ મચી જવા પામી હતી ગ્રામ જનોની પાણી ની સમસ્યા ને ધ્યાને લઈ મામલતદાર દ્વારા પાચ દીવસમાં પાણી ની સમસ્યા દૂર કરવા ની ખાત્રી આપતા ધરણાં નો કાર્યક્રમ સમેટી લેવાયો હતોઆ તકે ઠાકોર સમાજ ના અગ્રણી પ્પપુભાઈ ઠાકોર, ચતુરભાઈ ચરમારી,ભરતભાઈ રાઠોડ સહિત ના ઓ ધરણાં મા જોડાયા હતા

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.