Abtak Media Google News

કાન્તા સ્ત્રી વિકાસ ગૃહની વિદ્યાર્થીઓએ ડ્રામામાં સમગ્ર ચૂંટણીની પ્રક્રિયા વર્ણવી: પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મતદાન જાગૃતિ અર્થે યોજાયેલા કાર્યક્રમને બિરદાવ્યો

સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત અને અગ્રેસર શાળા કાન્તા સ્ત્રી વિકાસગૃહ ગર્લ્સ હાઈસ્કૂલમાં મતદાન જાગૃતિ અને વિધાનસભા મોકડ્રામા કાર્યક્રમ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની ઉપસ્થિતિમાં યોજાયો હતો. શાળા પરિસરમાં ૮૦૦ વિદ્યાર્થીનીઓએ મતદાન જાગૃતિ માટે ચૂંટણી પ્રક્રિયાની તમામ કામગીરીનું શ્રેષ્ઠ નિદર્શન કરેલ. જેમાં ચૂંટણી ઢંઢેરાથી શ‚ કરીને વિધાનસભા કાર્યવાહી સુધીની તમામ પ્રક્રિયા દર્શાવેલ મતદાન મથકમાં મતકુટીર, ઈવીએમ મશીન, વીવીપેટ મશીનના મોડેલો બનાવેલ. ખાસ તો વીવીપેટનો ગોવાની ચૂંટણીમાં સફળ પ્રયોગ બાદ પ્રથમવાર જ ગુજરાતમાં થવાનો છે. જેમાં મતદાતા પોતાના વોટને ૭ સેક્ધડ સુધી નિહાળી શકશે તેની સમજ આપેલ. પ્રિસાઈડિંગ તેમજ પોલિંગ ઓફિસર અને સમગ્ર ચૂંટણી કામગીરી સ્ટાફ અને વિદ્યાર્થીનીઓએ જ સાંભળી, મહિલા બૂથનો સૌપ્રથમ સફળ પ્રયોગ કરી બતાવ્યો. શાળાના તમામ બહેનોએ મતદાન કર્યું. બાદમાં મતગણતરી કરી વિજેતા ઉમેદવારનું સરઘસ કાઢવામાં આવેલ. વિજેતાઓની યાદી કેપ્ટને રાજયપાલને આપી બાદમાં રાજયપાલ દ્વારા શપથવિધિ કરાવીને સરકાર રચવાની કાર્યવાહી કરી હતી.

અબતક સાથેની ખાસ વાતચીતમાં અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, દિકરીના માધ્યમથી જે રીતે ચૂંટણી એનાઉન્સ થાય છે. તેના પછી ચૂંટણીની શું-શું પ્રક્રિયા થાય છે. મતદાન મથક કઈ પ્રકારનું હોય છે. ઈવીએમ, વીવીપેટ વગેરેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય અને કેવા-કેવા પ્રકારના લોકો મતદાન કરવા જાય છે. લગ્ન થઈ રહ્યા છે તે મુકીને તે મતદાન કરવા જાય છે. તે જ રીતે ૧૨૬ વર્ષના માજી પણ મતદાન કરવા જાય છે અને તેની સાથે તમામ પ્રકારના લોકો મતદાન કરવા જાય છે. થીમ ઉપર કેન્ડીડેટ એનાઉન્સ થાય છે જે જીતે છે તેનું વિજય સરઘસ નિકળે છે. અધ્યક્ષનો શું રોલ હોય છે, રાજયપાલનો શું રોલ હોય છે. તમામ બાબતો દિકરીઓએ નાટકના માધ્યમથી રજુ કર્યું હતું. જે ખૂબ જ ઉમદા કાર્ય હતું.

વધુમાં તેમણે જણાવ્યું કે, આ દિકરીઓ ૧૮ વર્ષની થાશે ત્યારે મતદાન કરવા માટે જાય તે પણ તેમના માટે પ્રેરણા‚પ રહેશે અને પોતાના ઘર-પરિવારમાં ૧૮ વર્ષથી મોટા હોય તેવા ભાઈ-બહેનો, મા-બાપ, દાદા-દાદી વગેરેને પ્રેરીત કરશે. લોકો ફરજીયાત મતદાન કરે જે સ્વચ્છ લોકશાહી માટે જ‚રી છે. તેમાં તમારે જેને મત આપવાનો છે. તેમને જ આપો. પરંતુ ૧૦૦ ટકા મતદાન થાય તે ટાર્ગેટ લઈને લોકશાહીને વધુ મજબુત બનાવવા માટે કાર્ય થવું જોઈએ. જેથી આવનાર ભવિષ્ય આપણું ખુબ જ સારું હશે.

લોકશાહીની ખાસિયત છે કે અમિર કે ગરીબ બધાને એક જ મતનો અધિકાર મળે છે અને જેની વેલ્યુ એક જ હોય છે. તમામ લોકોને ડેમોક્રેસી એક સરખા ટ્રીટ કરે છે. કદાચ અમુક લોકોને લાઈનો લાંબી હોવાથી, કોન જાય, પછી જાસી, જવા દો, રજાનો દિવસ છે. ફરવા જઈએ આ બધુ નો કરે અને ૧૦૦% મતદાનએ ચુંટણીપંચનું અભિગમ છે. લોકશાહીની અંદર અવેરનેસ લાવવાની જ‚ર છે. લોકોને પણ વિચારવું જોઈએ કે પાંચ વર્ષમાં એક જ વાર ચાન્સ મળે છે તો ૧૦૦% મતનો ઉપયોગ કરવો જોઈએ. સુંદર, સ્વસ્થ લોકશાહીમાં તમે ક્ધટ્રીબ્યુટ ત્યારે કરી શકો જયારે તમે મતદાન કરો છો.

કાન્તા વિકાસ હાઈસ્કૂલનાં પ્રિન્સીપાલ જયશ્રીબેન વોરાએ જણાવ્યું કે, આ કાર્યક્રમએ મતદાન જાગૃતિની આખી પ્રોસેસ શું છે. વિધાનસભા મોકડ્રામાનો લાઈવ પ્રોગ્રામ હતો. આ પ્રોગ્રામનો એક હેતુ હતો કે ૧૦૦% મતદાન થાય અને લોકજાગૃતિ આવે. આ જે દિકરીઓ છે તે ભારતનું ભાવી છે. આવતીકાલના નાગરિકો છે. મતદાન પ્રત્યે જાગૃત હશે તો ઈનફયુચર ૧૦૦% મતદાનની શકયતા વિચારી શકીએ. વિશ્ર્વનો સૌથી મોટો લોકશાહી દેશ એ આપણું ભારત છે. ચૂંટણી પ્રક્રિયા શું છે ? તે થિયરી જાણે છે પરંતુ પ્રેકટીકલી નથી જાણતા તેથી પોતે રજુ કરશે ત્યારે વધારે સારી રીતે સમજી શકે અને ભવિષ્યમાં એવું પણ બને કે મારી દિકરીઓમાંથી સારામાં સારો નેતા દેશને મળે તેવી અપેક્ષા અને તેની અંદર નેતૃત્વના ગુણ વિકસે તે હેતુથી ચૂંટણી, વિધાનસભા મોકડ્રીલ અને લાઈવ મતદાન જાગૃતિ માટેનો પ્રોગ્રામ રાખેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.