Abtak Media Google News

વિરપૂર અને મંડલીકપૂર ગામે રહેતા લુહારીયા સમાજના લોકોને હકક અધિકાર પ્રમાણપત્રનું વિતરણ

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વિરપુર અને મંડલીકપુર ગામે રહેતા અને વંશ પરંપરાગત લુહારી કામ કરી પોતાનું જીવન નિર્વાહ કરતા વિચરતી વિમુક્ત જાતી ના ગાડલીયા લુહારીયા સમાજ ના લોકોને ગુજરાત રાજ્યના ના કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયા હસ્તે લુહારીયા સમાજ ના લોકોને વિચરતી વિમુક્ત જાતી ના પ્રમાણપત્ર, આવકના દાખલા, અને બી.પી એલ.રેશનકાર્ડ વિતરણ કરવામાં આવ્યા સાથે સાથે ટુંક જ સમયમાં રહેવા માટે આવાસ પણ બનાવી આપવામાં આવશે અને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની સરકારી સહાય થી વંચીત ના રહે તે માટે જુદી જુદી સરકારી યોજનાઓ દ્વારા લાભો આપવામાં આવશે.

આ તકે રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયા જણાવ્યું હતું કે દરેક વંચિત પરિવારોને રહેવા માટે પોતાનું પાકું ઘર પણ મળશે અને વધુમાં જયેશભાઈ રાદડીયા જણાવ્યું હતું કે ટુંક જ સમય માં નવો આશરો પણ મળશે ત્યારે આપના પરિવાર નું ભરણ પોષણ કરી બાળકોને યોગ્ય  શિક્ષણ મળી રહે તે માટે અનુરોધ કર્યો હતો…

આ પ્રસંગે ગુજરાત રાજ્ય પછાત જાતિ વિકાસ નિગમ ના ડિરેક્ટર શ્રી વેલજીભાઈ સરવૈયા તેમજ જિલ્લા નાયબ નિયામકશ્રી વિક્સતી જાતી ના એમ.એમ.પંડીયા ઉપસ્થિત રહ્યા હતા..

લુહારીયા સમાજ ના મોભી અને યુવા કાર્યકર દેવરાજ રાઠોડ, લાલા પરમાર,હર્ષદ સોલંકી, દિલીપ રાઠોડ એ સરકાર અને દરેક અધિકારીઓ નો આભાર માન્યો હતો..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.