Abtak Media Google News

વધતા જતા કેસોને ઘ્યાને રાખી પાલિકા પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારીઓની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય

ધ્રોલ શહેરમાં અને તાલુકામાં કોરોનાનું સંક્રમણ અચાનક વધવા લાગ્યું છે.ધ્રોલમાં ચેમ્બર ઓફ કોમર્સનાં સભ્યો, વેપારીઓની ધ્રોલ નગરપાલિકાનાં પ્રમુખ નરેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં મીટીંગ મળી હતી. જેમાં કોરોનાનાં વધતા સંક્રમણ સામે તકેદારીનાં પગલારુપે ધ્રોલ શહેરની તમામ દુકાનો સ્વૈચ્છીક રીતે ૨૧ તારીખ સુધી સવાર થી બપોરનાં બે વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય કરાયો હતો. તેની જાણ ધ્રોલની જનતાને થાય તે માટે શહેરમાં માઇક સાથે રીક્ષા ફેરવી તેમજ સોશ્યલ મીડીયા દ્વારા જાહેરાત કરાઇ છે. તેમજ વેપારીઓને દુકાને સોશ્યલ ડીસ્ટન્સનુ તેમજ માસ્કનું ચોકકસપણે પાલન કરવા અપીલ કરાઇ છે. ધ્રોલ ગોલ્ડ એસોસીએશન દ્વારા પણ સ્વૈચ્છીક નિર્ણય લઇ પ્રમુખ પ્રવીણભાઇ ભુવાએ તમામ સોની વેપારીઓ સવારનાં ૯ થી બપોરનાં ૨ વાગ્યા સુધી સોનીની દુકાનો ખુલ્લી રાખવા જાહેરાત કરી છે. ગોલ્ડ એસોસીએશન પણ બપોર પછી દુકાનો બંધ રાખશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.