Abtak Media Google News

રાજકોટમાં ગુજરાતી ફિલ્મ ધી રિયુનિયન્સનું શૂટીંગ જોરશોરથી થઈ રહ્યું છે. જુના મીત્રોને ૧૦ વર્ષ બાદ મળી સંસ્મરણો વાગોળતા યુવાનોની કહાની ફિલ્મમાં વાણી લેવાઈ છે.ધી. રિયુનિયન્સના લેખક અને ડાયરેકટર ચિંતન શાહ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ મુળભૂત રાજકોટનાં જ છે.

Img 20180516 Wa0021પરંતુ છેલ્લા ૧૦ વર્ષથી મુંબઈ ગયેલ છે. અને અનાયસે તેમને પરી રાજકોટ આવવાનું થયું છે. તેમની પહેલી ફિલ્મની શ‚આત રાજકોટથી કરેલ છે. કોઈપણ ફિલ્મની શરૂઆત થાય એટલે સ્કીપ્ટ પર ધ્યાન આપવામાં આવે છે. કે સ્ક્રીપ્ટ કેવી છે. કારણ કે સ્કીપ્ટ એ બેઈઝ છે. જયારે સ્ક્રીપ્ટ રેડી થાય પછી ડીરેકટર તેના પર ચાર ચાંદ લગાડતો હોય છે. સાથોસાત લેખક સ્ક્રીપ્ટ લખવા માટે દોઢ બે વર્ષ ઈનવેસ્ટ કરતો હોય છે. તો સ્વાભાવિક છે કે લેકક ઈચ્છતો હોય કે તેની સ્કીપ્ટ થકી એક સરી ફિલ્મ બને ખાસ તો ધિ રિયુનિયન્સ ફિલ્મનો ક્ધસેપ્ટ એ છેકે સંપૂર્ણ ફિલ્મ દોસ્તી પર છે. કોલેજ સમયમાં જે મિત્રો હોય તે ૧૦ વર્ષ પછી મળ્યા હોય ત્યારનો શું માહોલ હોય તેના પર સંપૂર્ણ ફિલ્મ રહેલ છે. ખાસ તો કોલેજ ફ્રેન્ડશિપની બહુબધી ફિલ્મો બની છે. પરંતુ તે ટીનએઈઝ વાળી ફ્રેન્ડશીપ હોય છે. ધિ રિયુનિયન્સનો સિધો મતલબ એવો છે કેજૂના દોસ્તો કે જેઓ દશેક વર્ષ પછી મળી રહ્યા છે. પરંતુ ફિલ્મના નામ પાછળનું હજુ એક કારણ છે જે ફિલ્મ મોયા બાદ જ ખ્યાલ આવશે સંપૂર્ણ ફિલ્મ ૩૮ થી ૫૦ દિવસ માટે શુટ કરવાનું છે. ફિલ્મનું સંપૂર્ણ બજેટ બે કરોડ જેટલું છે. ઉપરાંત તેમની સ્ક્રીપ્ટ ખૂબજ સારી હતી. એટલે હિન્દીમાં એટલે કે બોલીવુડમાં પણ તેમને ચાન્સ મળેલો પરંતુ તેમને ગુજરાતી ફિલ્મ બનાવવાનો જ વિચાર કર્યો ફિલ્મની ટીમની વાત કરવામાં આવે તો બધા લોકો ગુજરાતી નથી પ્રોડયુસર તોપ્રોપર મુંબઈના છે.

Vlcsnap 2018 05 16 09H18M50S152ધી રિયુનીયન્સનાં પ્રોડયુસર ખુશી કોઠારીઓ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેમના મમ્મી પપ્પા પણ મુવી ઈન્ડસ્ટ્રીઝના ભાગ રૂપે છે.તો તેમના મમ્મી પપ્પામાંથી પ્રેરણા મેળવી તેઓએ પ્રોડયુસર તરીકેની કામગીરી શરૂ કરેલી.

Vlcsnap 2018 05 16 09H19M18S190

ફિલ્મનાં એક કેરેકટર સ્વપનીલ અસગાવકર એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓનું પાત્ર ફિલ્મમાં સૌથી મેચ્યોર છે. ખાસ તો મિત્રોનાં જેટલા પણ ગ્રુપ હોય તેમાં કોઈપણ એક ખૂબજ મેચ્યોર હોય છે. તો ધિ રિયુનીયન્સમાં તેમનું કેરેકટર કંઈક આવું છે.

Vlcsnap 2018 05 16 09H20M05S142સાથોસાથ તેમના અનુભવની વાત કરતા તેઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં તેમણે ઘણીબધી સ્ક્રીપ્ટ વાંચેલ છે. પરંતુ આ ફિલ્મની સ્ક્રીપ્ટ ખૂબજ સારી રીતે લખલે છે. ગ્રામરની કોઈપણ ભૂલ વગર જોવા મળી ફિલ્મની હા પાડવા પાછળનું એક કારણ ફિલ્મનું સ્ક્રીપ્ટીંગ પણ છે. ખાસ તો ફિલ્મનાં શુટીંગ સમયે ખૂબજ તાપ હોવા છતાં પણ આનંદ પૂર્વક શુટીંગ તેઓએ કરેલ છે.

Vlcsnap 2018 05 16 09H19M52S2

સબ્બા સોદાગર કે જે ફિલ્મમાં નિકિતા નામનું પાત્ર ભજવી રહ્યા છે. તેમણે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમણે પણ ખાસ કરીને સ્ક્રીપ્ટ ખૂબજ સુંદર લાગી કારણ કે આ ફિલ્મ ખૂબજ અલગ પડે છે. ઉપરાંત હાર્ટટચીંગ પણ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.