Abtak Media Google News

મહાશિવરાત્રીનાં પાવન પર્વે કિર્તિદાન ગઢવી અને પુત્ર ક્રિશ્ર્નના કંઠે ગવાયેલી શિવસ્તુતી યુ-ટયુબ પર લોન્ચ

ગુજરાતી લોકસંગીતનો પર્યાય બનેલા કિર્તીદાન ગઢવી અને પુત્ર ક્રિષ્ન ગઢવીના કંઠે ગવાયેલી નીલકંઠની સ્તુતિ મહા શિવરાત્રી પર  મહાશિવરાત્રી પહેલા ૧૮ ફેબ્રુઆરીના રોજ શિવ સ્તુતિ ‘”kirtidangadhviofficial quot” youtube ચેનલ પર રજૂ કરવામાં આવી છે. પિતા-પુત્રના કંઠે ગવાયેલી નીલકંઠની સ્તુતિ સાંભળતાં  ચાહકો પણ શિવ ભક્તિમાં લીન બન્યાં છે. આ એ જ ગીત છે કે જેણે સૂર સમ્રાટ કિર્તીદાન ગઢવીને અને ગુજરાતી લોકસંગીતને નવી ઓળખ અપાવી છે. ત્યારે ફરી એક વખત કિર્તીદાન ગઢવીનાં સુરીલા અવાજથી ગવાયેલી શિવ વંદનાની સ્તુતિ રજૂ થઇ છે. જેમાં કિર્તીદાન સાથે પુત્ર ક્રિષ્ન ગઢવીએ પણ સાથ આપ્યો છે. ૧૪ વર્ષિય ક્રિષ્નએ પણ હવે પિતાને પગલે ગાયકીના ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે.આ અગાઉ પણ ક્રિષ્ન ગઢવીએ પિતા કિર્તીદાન સાથે ગણેશ ચતુર્થીના અવસર પર જયદેવ જયદેવ, જય ગણેશ જય ગણેશ દેવા ગીત પ્રસ્તુત કર્યું હતું. આ ગણેશ વંદના લાખો લોકોએ પસંદ કરતા હવે ફરી એક વખત ક્રિષ્ન ગઢવી શિવ સ્તુતિ લઈને આવ્યા છે. ત્યારે ગાયક કિર્તીદાન પણ કહે છે કે ગુજરાતી લોક સંગીતની પરંપરા કાયમી જળવાઈ રહે અને દેશ-વિદેશમાં ગુજરાતી સંગીત ધબકતું રહે, તે માટે ક્રિષ્ન ગઢવી સાથે સૂરમાં સૂર પુરાવ્યો છે.

ગુજરાતી લોક સંગીતને વિદેશની ધરતી પર ઘેલું કરનાર અને તેરી લાડકી મે, મોગલ છેડતા કાળો નાગ તેમજ નગર મે જોગી આયા જેવા અનેક ગીતોથી ગુજરાતની સંસ્કૃતિને ફરી જીવંત કરનાર ગાયક કિર્તીદાનના પુત્ર ક્રિષ્ન ગઢવી પણ પિતાની જેમ કલામાં માહેર છે. ધોરણ આંઠમાં અભ્યાસ કરતો ક્રિષ્ન અભ્યાસની સાથે સાથે મ્યુઝિક, એક્ટીંગ, રીધમ અને ફૂટબોલમાં રૂચિ ધરાવે છે.  પોતાની નાની વયમાં ક્રિષ્ન ગઢવી છૂટી જશે છક્કા ફિલ્મમાં એક્ટિંગ પણ કરી ચૂક્યો છે. ત્યારે લોક સંગીતના દરિયામાં ઉછેર થનાર ક્રિષ્ન ગઢવીનો સ્વર સંગીત પ્રેમીઓના કાને સંભળાયો છે. ક્રિષ્ન ગઢવી પણ કહે છે પિતાએ જેવી રીતે ગુજરાતી લોક સંગીતમાં પોતાના આગવા સ્વરથી આપણા દેશી ગુજરાતી ગીતો પર વિદેશીઓને પણ ડોલતા કરી દીધા છે. તેવી રીતે હું પણ પિતા પાસેથી શીખ લઈ હજુ વધુને વધુ આપણા સંગીતને વિશ્વફલક પર પહોંચાડવા પ્રયત્ન કરતો રહિશ. ક્રિષ્ન અને કિર્તીદાન ગઢવીની આશિવ સ્તુતિ ૧૮ ફેબ્રુઆરીના રોજ “kirtidan gadhviofficail” youtube  ચેનલ પર રજૂ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.