દ્વારકા નજીકના શિવરાજપુર બીચનો ર૦૦ કરોડના ખર્ચે વિકાસ થશે

મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ર૦મીએ વિકાસ કામોનું થશે ખાતમુહૂર્ત

તા.ર૦મી જાન્યુઆરીએ શિવરાજપુર બીચ ખાતે આશરે ર૦૦ કરોડના ખર્ચે ડેવલોમેન્ટ કાર્યોના ખાતમુહુર્ત માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું બુધવારે સવારે ૧૦ કલાકે દ્વારકા હેલીપેડ ખાતે આગમન થશે. જયાંથી રોડ માર્ગે શિવરાજપુર રવાના થશે. સવારે ૧૧ કલાકે શિવરાજપુર બીચ ખાતે રોકાણ કરશે જયાં વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત કરાશે. બાદમાં મુખ્યમંત્રી બીચનું નિરીક્ષણ કરાશે.  પ્રવાસન વિભાગના અધિકારીઓ સાથે સંલગ્ન ચર્ચાઓ કરાશે. મુખ્યમંત્રીની પ્રસ્તાવિત શિવરાજપુર યાત્રા દરમ્યાન તેમની સાથે રાજયના પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, પ્રવાસન વિભાગના સચિવ, દેવભૂમિ દ્વારા જીલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના, દ્વારકાના પ્રાંત અધિકારી નિહાર ભેટારીયા વિગેરે જોડાશે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના તાજેતરમાં બ્લ્યુ ફલેગ બીચની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત શિવરાજપુર બીચના સર્વાગી વિકાસ હેતુ કેન્દ્ર તથા રાજય સરકાર દ્વારા ઝડપભેર વિકાસ કાર્યો હાથ ધરાયા છે. યાત્રાધામ દ્વારકાથી માત્ર ૧૦ કી.મી. દુર આવેલ અને રાજયમાં એકવાર બીચ જે તે બ્લ્યુ સ્ટુકચરલ ડેવલોપમેન્ટ તેમજ કુદરતી ભૌગોલિક સુઁદરતાને અખૂટ આવતા રમણીક બીચની સુંદરતા વધારવા બ્યુટીફીકેશનના કામો તેમજ બીચ મેનેજમેન્ટના કામો હાથ  ધરાયા છે.

આગામી તા.ર૦મીએ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી હસ્તે અંદાજીત રૂપિયા બસ્સો કરોડના વિકાસ કાર્યોના પ્રથમ તબકકાનું ખાતમુહુર્ત કરવામાં આવનાર છે. જેમાં શિવરાજપુર ચલફ પર જવા આવવા માટેના રસ્તાઓ, આંતરિક રસ્તાઓ, આકર્ષક પ્રવેશદ્વાર, વોશરૂમની સુવિધા સહિતના કામોને પ્રાથમીક અગ્રતા આપી તેની શરુઆત કરાશે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી રૂપાણી ગત ૩૧મી ડિસેમ્બરના પણ દ્વારા પ્રવાસે આવ્યા હતા. ઓખા કોસ્ટગાર્ડ તેમજ ઓખા બેટ વચ્ચેના સિગ્નેચર બ્રીજની મુલાકાત લીધી હતી. વીસ દિવસના ગાળામાં જ મુખ્યમંત્રીનો દ્વારકા ક્ષેત્રમાં બીજો પ્રવાસ થનાર હોય પ્રવાસન વિભાગ તેમજ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તેની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. બીચના વિકાસ કામો માટે કુલ એક હજાર કરોડના વિકાસ કાર્યો તબકકાવાર કરવામાં આવશે. અદભુત કુદરતી સૌદર્ય ધરાવતા રમણીક બીચ ખાતે માળખાગત સુવિધાઓનો ક્રમશ: વિકાસ થતં આગામી સમયમાં દેશ-દુનિયામાં પ્રવાસન ક્ષેત્રનું આકર્ષણ બની રહે તે હેતુ કેન્દ્ર તેમજ રાજય સરકાર દ્વારા અવિરત પ્રયત્નો હાથ ધરાયા છે.

બીચ નજીક જમીન કૌભાંડ આચરનારા સામે તંત્ર લાલ આંખ કરશે?

શિવરાજપુર બીચ ખાતે મુખ્યમંત્રી આવવાના છે ત્યારે શિવરાજપુર બીચ નજીક કરોડો રૂપિયાના ભુમાફીયાઓ દ્વારા આચરાયેલા કથિત જમીન કૌભાંડો અંગે અવાર નવાર રાજય સરકારમાં લેખીત ફરીયાદો થઇ છે તે અંગે મુખ્યમંત્રી રૂપાણી ઘ્યાને કેન્દ્રીય કરશે અને સરકારી જમીનો ઉપર ડોળો કરીને અડીગો જમાવી ચુકેલા ભુમાફીયાઓ વિરુઘ્ધ લેન્ડ ગ્રેબીંગ કાયદા હેઠળ કાર્યવાહી કરશે કે કેમ? તેવો પ્રશ્ર્ન વિશરાજપુરના જાગૃત નાગરીકો દ્વારા પુછાઇ રહ્યો છે.

Loading...