શિવભવાની ગ્રુપ દ્વારા દરરોજ ૪૫૦૦ લોકોની જઠરાગ્ની ઠારતો સેવાયજ્ઞ

51

કોરોનાની મહામારીમાં લડવાની સાથે શહેરમાં સેવાકાર્યોની હારમાળા સર્જાય

કોરોનાનો કહેરે હાલ સમગ્ર વિશ્ર્વને ભરડામાં લીધું છે ત્યારે ખાસ કોરોનાથી બચવા માટે વડાપ્રધાન મોદીજી દ્વારા ૨૧ દિવસ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ખાસ આ સમય દરમિયાન જે વર્ગ રોજનું કમાઈને રોજનું જીવનનિર્વાહ કરે છે. તેવા લોકો માટે ભોજન મેળવવું મુશ્કેલ બન્યું છે. જેથી અનેક સંસ્થાઓ અને સેવાભાવી વ્યકિતઓ મેદાનમાં આવ્યા છે. તેવા જ એક શિવભવાની ગ્રુપના ગોવિંદભાઈ પરસાણા, કિશોરભાઈ પરસાણા તેમના સહયોગી ભુપતભાઈ સોજીત્રા સહિતના આગેવાનો અને આજીડેમ પોલીસ ચોકીનાં સંપૂર્ણ સહયોગે ભોજન વિતરણનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેમાં બપોરે અને રાત્રે સાડાચાર હજાર લોકોને ભોજન આપવામાં આવે છે. ખાસ તો ભોજનમાં શાક રોટલી ગુંદી, ગાઠીયા, સહિતની વસ્તુઓ પીરસવામાં આવે છે. આ સેવા કાર્યમાં સહભાગી બનવા આજુબાજુના વિસ્તારના લોકો સહિતના આગેવાનો ખડે પગે રહી સમયસર ભોજન બનાવી લોકો સુધી પહોચાડવામાં આવે છે.

Loading...