Abtak Media Google News

યમુના એક્સપ્રેસ વે અંગે ભીષણ દુર્ઘટનામાં પ્રખ્યાત સિંગર શિવાની ભાટિયાનું મોત નિપજ્યું છે. બીજી તરફ કાર ચલાવી રહેલ તેના પતિ નિખિલ ભાટિયા ગંભીર રીતે ઘાયલ છે. શિવાની આગરામાં શો કરવા માટે જઇ રહી હતી. મથુરાનાં સુરીર ક્ષેત્રમાં અજાણ્યા વાહનની અડફેડે તેમની કારનાં ચિથડા ઉડી ગયા હતા. દુર્ઘટનામાં તેના પતિ નિખિલ ભાટિયા ગંભીર રીતે ઘાયલ થયા છે, જેને દિલ્હી હોસ્પિટલ રેફર કરી દેવામાં આવ્યા છે. આ દુર્ઘટના મથુરાનાં સુરીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે સવારે થઇ. મળતી માહિતી અનુસાર શિવાની ભાટિયા પોતાનાં પતિ નિતિન ભાટીયા સાથે કારથી આગરા જઇ રહી હતી.

બીજી તરફ તેનાં પતિ નીતિન ભાટિયાની ગંભીર પરિસ્થિતી જોતા દિલ્હી રેફર કરી દેવામાં આવ્યો. માહિતી પહોંચ્યા બાદ રિવારનાં લોકોએ પોસ્ટમોર્ટમ વગર જ શિવાનીનું શબ દિલ્હી લઇ ગયા છે. મહુવા ટીવી પર પ્રસારિત થનારા સુરોનો મહાસંગ્રામના ઉપવિજેતા રહી ચુકેલા સીતામઢી બિહાર નિવાસી શિવાની ભાટિયા દિલ્હી એનસીઆરની એક પ્રોફેશનલ સિંગર બની ચુકી હતી. તેના ગીત વધારે સુરીલા અવાજનો જાદુ લોકોને ખુબ જ પસંદ આવ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.