Abtak Media Google News

એક બિલવમ શિવાપર્ણમ

બમ બમ ભોલેનો નાદ શિવાલયોમાં ગુંજી ઉઠશે: અભિષેક, લઘુરૂદ્ર, મહારૂદ્ર, જાપના ભવ્ય આયોજનો

ભગવાન શિવ, ભોળાનાથ એ દરેક વ્યકિતના પ્રિય ભગવાન છે. ભોળાનાથ એ એવા ભગવાન છે જે માત્ર અભિષેક દર્શન અને બિલ્વપત્રથી જ રાજી થઈ જાય છે. સોમવારે સમગ્ર ભારતમાં મહાશિવરાત્રીની ઉજવણી થશે. આ દિવસે ભગવાન શિવના ભકતો શિવાલયોમાં શિવશંકરની પુજા અર્ચના કરશે.

શિવલીંગ પર અભિષેક અને બિલ્વ પત્ર ચઢાવશે અને ભાંગનો પ્રસાદ ગ્રહણ કરશે. શિવ અને જીવનું મિલન એટલે મહાશિવરાત્રીનો મહાયોગ માનવામાં આવે છે તો બીજી તરફ પ્રયાગરાજનાં મહાકુંભ અને ભવનાથના મીની કુંભની સમાપ્તી થશે. આ વર્ષે શિવરાત્રી સોમવારે હોવાથી વિશેષ મહત્વ ધરાવે છે.

હિન્દુ પુરાણોમાં મહાશિવરાત્રી માટે કોઈ એક નહીં પણ અનેક કથાઓ છે. મહાશિવરાત્રી એ ભગવાન શિવ શિવલિંગરૂપે પ્રકટ થયા તેથી જ આ દિવસે શિવલીંગની ખાસ પુજા કરાય છે. શિવપુરાણ પ્રમાણે મહાશિવરાત્રીના દિવસે શિવભકતો દ્વારા પુજા અર્ચના અને અભિષેક કરવામાં આવે છે. જોકે આખા વર્ષ દરમિયાન આવનારી ૧૨ શિવરાત્રીઓમાંથી મહા વદ ચૌદસની શિવરાત્રી મહાશિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે.

મહાદેવજીના શ્રીનેત્ર સમાન-બ્રહ્માવિષ્ણુ મહેશ સમાન મહાદેવને અર્પણ કરાય છે. બિલીપત્ર અર્પણ કરવાથી ધનની પ્રાપ્તી થાય છે. આર્થિક સુખાકારીમાં વધારો થાય છે અને ઘરમાં શુભલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. બિલ્વપત્ર ચઢાવવાથી વાજે તૈય યજ્ઞ એટલે હજારો યજ્ઞ કર્યાનું પુણ્ય મળે છે.

બિલ્વપત્ર ત્રણ, પાંચ સાતની સંખ્યામાં આવે છે. પાંચ અને સાતની સંખ્યામાં મળે તો ચઢાવી અભિષેક કરી તેની દરરોજ પુજા કરવાની દરદ્રિતા આવતી નથી. બિલ્વના દર્શન કરવાથી જીવનના પાપો નષ્ટ થાય છે. બિલ્વપત્રનું ફળ બિલુ લક્ષ્મીદાયક છે. ઘરમાં બિલાનું ફળ રાખવુ શુભ છે.

અન્ન સમાન નહીં સૌરાષ્ટ્ર ‘ઓમ’ સમાન નહીં જાપ શિવ સમાન નહીં દાતાર ભગવાન ભોળાનાથની આરાધના, સાધના કરવાથી સઘળા, પાપ, તાપ, સંતાપ આધી વ્યાધી, ઉપાધિ દુર થાય છે. ભગવાન શંકર શકિતના મહાપૂંજ છે માટે જ ભગવાન ભોલેનાથની પુજા, અર્ચના, આરાધના કરવાથી અંગ-અંગમાં અંજળ આભા ઉભરે છે. જીવન મંગલમય બને છે.

ભગવાન મહાદેવ મૃત્યુંજયી છે અત: દરેક પ્રકારના અકસ્માત તથા અકાળ મૃત્યુનો ભય મહામૃત્યુંજય જાપત્ર્યબકમ યજામરે સુગંધિ પુષ્ટી વર્ધનમથી ટળે છે.ભગવાન શંભુ સૌભાગ્યદાતા છે. મા પાર્વતી ઈચ્છિત વર દાતા છે તેમનું નિત્ય પુજન અર્ચન કરવાથી મનના મનોરથો પૂર્ણ થાય છે. આ ભોળા ભંડારીને ભાવથી ભજે એ તુરંત રીઝે. આ અઘૌડદાની, આશુતોષને પ્રસન્ન કરવાનો પર્વ એટલે મહાશિવરાત્રી.

મહાશિવરાત્રીએ વાસ્તવમાં રૂદ્રોત્સવ છે અને જન્મથી મૃત્યુ સુધીનો આ ઉત્સવ કહેવાય છે. આ દિવસે પશુપતિનાથે તાંડવનૃત્ય કર્યું હતું માટે તેને પ્રલયકારી એટલે મોક્ષરાત્રી પણ કહેવાય છે. મહાશિવરાત્રી મોક્ષકારી રાત્રી છે જેથી તેને નિર્ગુણ, નિરાકાર ઉપાસના રાત્રી પણ કહેવાય છે. જયારે શિવનો સામાન્ય અર્થ થાય કલ્યાણ કરનાર, સદાસબેનુ કલ્યાણ કરે તે શિવ શિવનો અન્ય અર્થ થાય ‘શ’ એટલે નિત્યસુખ ‘ઈ’ એટલે પુરષ અને ‘વ’ એટલે શકિત આ ત્રણેયનો ત્રિવેણી સંગમ એટલે શિવ.

મહત્વનું છે કે સમગ્ર ભારતમાં ૧૨ જયોતિર્લિંગ છે અને આ ૧૨ જયોતિર્લિંગ તેની આગવી વિશેષતાઓ છે. કાશી વિશ્વનાથ જયોતિલિંગ એવી માન્યતા છે કે સંસારમાં પ્રલય આવશે તો પણ ભગવાન શિવનું આ સ્થાન અખંડિત રહેશે. સોમનાથ જયોતિર્લિંગ એ ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું પ્રથમ જયોતિર્લિંગ છે. શિવપુરાણ પ્રમાણે એવી માન્યતા છે કે ચંદ્રમાએ આ સ્થાન પર જ તપ કરી શ્રાપથી મુકિત મેળવી હતી. મલ્લિકાજુનમનું મહત્વ કૈલાશ પર્વત જેટલું છે. મહાકાલેશ્વર જયોતિર્લિંગ ઓમકારેશ્વર, કેદારનાથ, ભીમાશંકર, ત્ર્યંબકેશ્વર, બૈદ્યનાથ, નાગેશ્વર, રામેશ્વર, કૃષ્ણેશ્વર, જયોતિર્લિંગ સાથે ભગવાન શિવનો મહિમા જોડાયેલો છે.

જીવ અને શિવને જોડતી આ મહાશિવરાત્રીએ દરેક શિવાલયોમાં શિવનો અભિષેક, રૂદ્રાભિષેક, મહારૂદ્ર, લઘુરૂદ્રનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ભગવાન ભોળેનાથને રીઝવવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

શિવરાત્રીના ચાર પ્રહરની વિગત

આપણા હિન્દુ પંચાંગ પ્રમાણે સુર્યોદયથી દિવસની શરૂઆત થાય તથા વારની શરૂઆત પણ ત્યારથી જ થાય છે. આમ સુર્યોદયથી બીજા દિવસના સુર્યોદય સુધીની ૨૪ કલાકમાં ૮ પ્રહર આવે તેમાં દિવસના ચાર પ્રહર અને રાત્રીના ચાર પ્રહર શિવરાત્રીના દિવસે રાત્રીના ચાર પ્રહરની પુજાનું મહત્વ વધારે છે. જે દિવસ આથમ્યાથી શરૂ થાય છે.

પ્રથમ પ્રહર સાંજે ૬:૫૦ થી ૯:૫૪ કલાક સુધી, બીજો પ્રહર રાત્રી ૯:૫૪ થી ૧૨:૫૯ કલાક સુધી, ત્રીજો પ્રહર રાત્રે ૧૨:૫૯ થી ૪:૦૨ કલાક સુધી, ચોથો પ્રહર રાત્રે ૪:૦૨ થી ૭:૦૬ કલાક સુધી નિશિથકાળ રાત્રે ૧૨:૩૪ થી ૧:૨૨ શિવરાત્રીમાં ચાર પ્રહરની પુજા કરવામાં આવે છે.

જેમાં પહોરમાં જળધારા કરી ચંદન ચોખા અને કમળ વડે પુજા કરવી. બીજા પ્રહરમાં મહાદેવજીને દુધ અને જળધારા કરી શ્રીફળ અને બિલીપત્ર અર્પણ કરવા, ત્રીજા પ્રહરમાં મહાદેવજીને જળધારા કરી ત્યારબાદ ઘઉ અને આંકળાના પુષ્પ ચડાવવા, ચોથા પ્રહરમાં દુધ અને જળધારા કરી નેવૈદ્યમાં શાક તથા દાડમનું અર્ધ આપવું સાથે અળદ કાંગથી પણ પુજન કરી શકાય નૈવૈદ્યમાં દુધનું મિષ્ઠાન અર્પણ કરવું. આમ ચાર પ્રહરની પુજા કરવાથી ભકતોનું કલ્યાણ થાય છે.

અત્રાધ મહામાંગલ્યપ્રદે માસોતમે માસે અમુક માસે, અમુક પક્ષે, અમુક તિથી, અમુક વાસરે એવં ગ્રહમણ વિશિષ્ટાયાં શુભ પુણ્યતિથી અનેન (મારા મનના મનોરથની સફળતા અને સંકટોના નિવારણ માટે) ભગવાન સામ્બ સદા શિવ પ્રીત્યાર્થે રૂદ્રાભિષેકમહંકરિષ્યે. ત્યારબાદ ૐ નમ:શિવાય મંત્રની એક માળા કરી નીચે મુજબ અભિષેક કરવો.

॥ૐ ॥॥સર્વ દેવેભ્યો નમ: ॥

ૐ નમો ભવાય શર્વાય રૂદ્રાય વરદાય ચ

પશુનાં પતયે નિત્યં ઉગ્રાય ચ કપર્દિને ॥

મહાદેવાય ભીમાય ત્ર્યંબકાય શિવાય ચ

ઈશાનાય મખઘ્નાય નમસ્તે મખધાતિને ॥

કુમાર ગુરવે નિત્યં નીલગ્રીવાય વેધ્રુસે

પિનાકિને હવિષ્યાય સત્યાય વિભવે સદા

વિલોહિતાય ધૂમ્રાય વ્યાધિને અપરાજિતે ॥

નિત્યં નીલલશિખંડાય શૂલિને દિવ્ય ચક્ષુષે

હન્ત્રે ગોપ્ત્રે ત્રિનેત્રાય વ્યાધાય ચ સુરેતસે ॥

અચિંત્યાયામ્બિકાભત્રે સર્વદેવસ્તુતાય ચ

વૃષભદવજાય મુણ્ડાય જટિને બ્રહ્મચારિણે ॥

તપ્યમાનાય સલિલે બ્રહ્મણ્યાયજિતાય ચ

વિશ્વાત્મને વિશ્વસૃજે વિશ્વમાવૃત્ય તિષ્ઠતે ॥

નમો નમસ્તે સત્યાય ભૂતાનાં પ્રભવે નમ:

પંચવક્ત્રાય શર્વાય શંકરાય શિવાય ચ ॥

નમોડસ્તુ વાચસ્પતયે પ્રજાનાં પતયે નમ:

નમો વિશ્વસ્યપતયે મહતાં પતયે નમ: ॥

નમ: સહસ્ત્ર શીર્ષાય સહસ્ત્રભુજ મન્યવે

સહસ્ત્ર નેત્ર પાદાય નમ: સાંખ્યાય કર્મણે ॥

નમો હિરણ્ય વર્ણાય, હિરણ્ય કવચાય ચ

ભકતાનુંકંપિને નિત્યંસિઘ્યતાં નો વર: પ્રભો ॥

એવંસ્તુત્વા મહાદેવ વાસુદેવ: સહાર્જુન:

પ્રસાદયામાસ ભવં તથા શસ્ત્રોપ લબ્ધયે ॥

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.