Abtak Media Google News

મુંબઇ મહાનગરપાલિકા આ ઠરાવ મુદ્દે ટુંક સમયમાં નિર્ણય લઇ પ્રતિબંધ મુકશે: આવું પ્રદર્શન કરનાર દુકાનદારોનું લાઇસન્સ રદ કરાશે

માયાવીનગર મુંબઇમાં શોરુમમાં મેનીકવીન્સ ની આંતરવસ્ત્રો પહેરાવી ડિસ્પ્લે કરવા પર પ્રતિબંધના મુદ્દે શિવસેનાએ મુંબઇ નગર નિગમ (બીએમસી)માં ઠરાવ પાસ કરાવશે. બૃહદમુંબઇ નગર નિગમ કાયદા સમિતિના અઘ્યક્ષ અને શિવસેના નગરસેવક શીતલ મ્હાત્રેએ બીએમસી પ્રશાસન પાસે દુકાનો પાસે ગેરકાયદે આંત: વસ્ત્ર પહેલા પુતળાને હટાવવા જણાવ્યું છે. અને કોઇની પણ ભૂલ થાય તો દુકાન શોરુમના લાયસન્સ રદ કરવા સુધીનો ઠરાવ કરવા જણાવ્યું છે.

આ અંગે મૈત્રેએ જણાવ્યું કે મે અધિકારીઓ ને સખત કાર્યવાહી કરવા જણાવ્યું છે અને જો જરુરત પડે તો તેમના લાયસન્સ પણ રદ થઇ શકે છે.

આ અંગે વધુ જણાવતા તેમણે કહ્યું કે આ પ્રસ્તાવ છેલ્લા છ વર્ષથી કાયદા સમીતીની સામે વારંવાર આવ્યો છે. એવું લાગી રહ્યું છે કે બીએમસી પાસે ગેરકાયદે પુતળાઓનું પ્રદર્શન કરનારાઓ સામે કાર્યવાહી કરવાની શકિત નથી. શહેરમાં કેટલીક ઐવી જગ્યાઓ છે જયાં વૃક્ષોની ડાળીઓ પર આંત:વસ્ત્ર  પહેરાવેલા પુતળા ટીંગાતા હોય છે. આ રીતે આંત:વસ્ત્રની જાહેરાત કરવી યોગ્ય નથી. મહિલાઓ જાણે જ છે કે તેને કયાંથી ખરીદાય.

વધુમાં તેમણે જણાવ્યું કે આંત:વસ્ત્રોને પ્રદર્શિત કરવાનો એક ઉત્તમ પઘ્ધતિ છે. અમે દોષિતો સામે કડક કાર્યવાહી કરીશું. મહત્વનું છે કે ર૦૧૩માં શિવસેનાના નગર સેવક રિતુ તાવડે અને અન્યએ શહેર મા આંત:વસ્ત્રની દુકાનો પરથી પુતળા હટાવવાની માંગ કરી હતી અને ત્યારે પણ પ્રશાસને દુકાન, શોરુમના માલીકોને સુચિત કર્યા હતા કે એમએમસી અધિનિયમમાં આવો કોઇ પ્રાવધાન નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.