શિવસેનાએ ‘ભગવો’ ફગાવ્યો : રમઝાનમાં રૂ. ૧૩૦ કરોડની ખૈરાત કરશે!

મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધારે કેસો હોવા છતાં આરોગ્ય ક્ષેત્રને સુદ્દઢ કરવા કે લોકડાઉનના અસરગ્રસ્તો માટે રાહત પેકેજ જાહેર કરવાનાં બદલે ઉધ્ધવ ઠાકરેએ મુસ્લિમ તુષ્ટિકરણ જેવો નિર્ણય લેતા શિવસેનાના હિન્દુત્વના ચાહકોને ભારે આંચકો

મહારાષ્ટ્ર રાજય સદીઓથી દેશના રાજકીય સામાજીક ધાર્મિક અને આર્થિક ચળવળનું કેન્દ્ર બિંદુ રહ્યું છે. આવા મહારાષ્ટ્રના મુંબઈમાં કટ્ટર હિન્દુત્વ દ્વારા હિન્દુ રાષ્ટ્ર સ્થાપના કરવા પાંચ દાયકા પહેલા બાલા સાહેબ ઠાકરેએ શિવસેનાની સ્થાપના કરી હતી. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મુસ્લિમ ડોનોની ધાક વાગતી હતી. તે સમયમાં બાલા સાહેબે શિવસેનાના માધ્યમથી તેમનો પ્રતિકાર કરીને હિન્દુઓનું મજબૂત રાજકીય સંગઠ્ઠન ઉભુ કર્યું હતુ. બાલા સાહેબ ઠાકરેની હયાતીમા શિવસેનાએ તેની કટ્ટર હિન્દુવાદની નીતિ સાથે કયારેય બાંધછોડ કરી ન હતી. પરંતુ બાલા સાહેબ બાદ શિવસેના સુપ્રીમો બનેલા ઉધ્ધવ ઠાકરેએ સતાલાલસામાં લક્ષ્મણ રેખા ઓળંગીને ભગવો ફગાવીને બીજા પક્ષોની જેમ મુસ્લિમ તુષ્ટીકરણની નીતિ અપનાવી હોવાનું સામે આવ્યું છે. જેથી મહારાષ્ટ્ર જ નહી વિશ્ર્વભરમાં શિવસેનાના હિન્દુત્વના ચાહક વર્ગમાં નિરાશાની લાગણી ફેલાઈ જવા પામી છે.

હાલમાં આવી રહેલા રમઝાન માસમાં મહારાષ્ટ્રનાં મુસ્લિમોને ઈદની ઉજવણી કરવા શિવસેનાની ઉધ્ધવ ઠાકરે સરકારે રૂ ા.૧૩૦ કરોડની રકમ ફાળવવાનો નિર્ણયં કયો્ર છે. શિવસેના તેના સ્થાપનાકાળથી તેની કટ્ટર હિન્દુવાદી વિચારધારા માટે વિશ્ર્વભરમાં પ્રખ્યાત છે. મુખ્યમંત્રી માટે પોતાના ચૂંટણી સમયના સાથીદાર પક્ષ ભાજપને શિવસેના સુપ્રિમો ઉધ્ધવ ઠાકરેએ છેહ આપીને એનસીપી અને કોંગ્રેસ સાથે મહાવિકાસ અઘાડી બનાવી હતી. આ અઘાડીના નેતા તરીકે ગત વર્ષે ૨૮મી નવેમ્બરે મુખ્યમંત્રી પદ ગ્રહણ કરનારા ઉધ્ધવ ઠાકરે સાથીદાર પક્ષો એનસીપી અને કોગ્રેસના દબાણમાં આવી ગયા હોય તેમ આજદીન હિન્દુઓ માટે એક પણ મહત્વની જાહેરાત કરી નથી માત્ર એટલું જ નહી કહેવાતા ધર્મનિરપેક્ષ સાથી પક્ષોનાં દબાણમાં અનેક વખત અયોધ્યામાં જઈને રામજન્મભૂમિ સ્થાપના દર્શન કરવાનું પણ ઉધ્ધવે ટાળ્યું હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શિવસેનાએ ભાજપ સાથે ગઠ્ઠબંધન કરી ને વિજય મેળવ્યો હતો. જે બાદ શિવસેનાનો પ્રથમ અઢી વર્ષ મુખ્યમંત્રી પદ આપવાની માંગણી સાથે ઉધ્ધવે ભાજપ સાથે ગઠ્ઠબંધન કરવાનો ઈન્કાર કરી દીધો. એનસીપી અને કોંગ્રેસનો ધર્મનિરપેક્ષ પણુ મુસ્લિમોની તરફેણ કરનારૂ  હોવાનું કટ્ટરતા પૂર્વક માનતા સ્વ. બાલા સાહેબ ઠાકરે એ આ પક્ષો સાથે ગઠ્ઠબંધન કરવા કરતા રાજનીતિ છોડી દેવી તેવી લક્ષ્મણ રેખા બાંધી હતી. ઉધ્ધવ ઠાકરેએ સતા માટે પોતાના પિતા બાલા સાહેબ ઠાકરેએ શિવસેના માટે દોરેલી લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન કરીને એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠ્ઠબંધન કરી મહા વિકાસ અધારી બનાવીને મુખ્યમંત્રી પદની મહત્વાકાંક્ષા સંતોષી હતી.

મુખ્યમંત્રી બનવા માટે શિવસેનાની કટ્ટર હિન્દુવાદી નીતિઓને ત્યાગનારા ઉધ્ધવ ઠાકરે છ માસના સમયગાળામાં હિન્દુઓ માટે એક પણ મહત્વનો નિર્ણય લીધો નથી. એનસીપી અને કોંગ્રેસની વોટબેંક ગણાતા મુસ્લિમ સમાજને રાજી રાખવા રમઝાન માસની ઉજવણી માટે રૂ ા. ૧૩૦ કરોડની ગ્રાન્ટ ફાળવવાના નિર્ણય કરીને ઉધ્ધવ ઠાકરે સ્પષ્ટ કર્યુ છે. શિવસેનાએ હવે ભગવાને ફગાવી દઈને કટ્ટર હિન્દુવાદની વિચારધારા છોડીને એનસીપી અને કોંગ્રેસના પગલે ચાલીને મુસ્લિમ તુષ્ટીકરણની નીતિ અપનાવી છે. હાલ દેશભરમાં કોરોના વાયરસનો કહેર મચી રહ્યો છે. અને દેશમાં કોરોનાના સૌથી વધારે કેસો મહારાષ્ટ્રમાં નોંધાયા છે. આ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાને ડામવા અસરકારક પગા લેવા તથા લોકડાઉનના કારણે મહારાષ્ટ્રવાદીઓને થયેલી આર્થિક નુકશાની બદલ આર્થિક પેકેજ જાહેર કરવાના બદલે મુસ્લિમોને રમઝાનની ઉજવણી માટે રૂ .૧૩૦ કરોડ ફાળવવાનો નિર્ણય કરતા વિશ્ર્વભરના શિવસેનાના હિન્દુત્વના ચાહકોને ભારે આંચકો લાગ્યો છે.

Loading...