ભારતમાં ચળકતું એટલું સોનું!!!

104

જહાં ડાલ ડાલ પે સોને કી ચીડિયા કરતી હૈ બસેરા…

સામાજીક-આર્થિક વ્યવહારોમાં ભારતીય સમાજ દ્વારા સોનાનો તો સૌથી વધુ ઉપયોગ : ભારતના ર્અતંત્રને સધ્ધર રાખવા ગોલ્ડ રિઝર્વ ઉપર ધ્યાન દેવું આવશ્યક : કપરી પરિસ્થિતિમાં દેશના બેકઅપ માટે સોનું બને છે ઢાલ

સુવર્ણ, સ્વર્ણ, હિરણ્ય, કનક, કંચન, હેમ અને અષ્ટપદા જેવા નામી ઓળખાતું સોનુ ભારતમાં સુખાકારી સાથેસજ્જડ જોડાયેલું જોવા મળે છે. એક સમયે ‘જહાં ડાલ ડાલ પર સોને કી ચીડીયા કરતી હે બસેરા’ જેવા ગીતોમાં પણ ભારતમાં સોનાનું મહત્વ કેટલું હશે તેનો અંદાજ આંકી શકાય છે. ત્યારે સોનાના વધતા જતાં ભાવને અનુલક્ષીને લોકો વર્તમાન સમયમાં પણ સોનાને રોકાણનું શ્રેષ્ઠ વિકલ્પ સમજે છે. સોનાના દાગીનાનો ટ્રેન્ડ ક્યારેય પણ ઓછો થયો નથી. સોનુ ખરીદવા માટે મુહૂર્ત જોવાની પરંપરા પણ ભારતીય સમાજમાં જ જોવા મળે છે. એકંદરે ભારતીય સમાજ અન્ય સમાજ કરતા સોના પ્રત્યે કેટલો મોહ ધરાવે છે તે પુરાણોમાં આંકેલા સોનાના મહત્વ પરી પણ કહી શકાય.

દેશમાં લોકશાહિની સપના પૂર્વે અસંખ્ય રાજા-મહારાજા અને બાદશાહોએ રાજ કર્યું છે. આ લોકોએ શાસનના પ્રત્યેક તબક્કામાં પોતાની આગવી છાપ છોડી છે. પરંતુ સોના પ્રત્યેનો તેમનો લગાવ એક સરખો રહ્યો છે. સોમના સહિતના મંદિરોમાં સોના માટે લૂંટ ચલાવવાની પણ નાપાક હરકતો મહમદ ગજની સહિતના કરી ચૂકયા છે. ત્યારે ભારતીય સમાજમાં સોનાનું મહત્વ હજુ પણ અકબંધ જોવા મળે છે. ભારતનું ર્અતંત્ર સોના પર નિર્ભર છે. ભૂતકાળમાં અનેક એવી ઘટનાઓ બની છે. જેમાં ભારતીય ર્અતંત્રને વેગવાન બનાવવા સોનુ ગીરો મુકવા કે વેંચવાની જરૂર પડી હોય વર્તમાન સમયે ભારતની સાથો સાથ રશિયા, અમેરિકા સહિતના દેશો સોનાની મબલખ ખરીદી કરે છે. ભારત અત્યાર સુધી ગોલ્ડ રિઝર્વમાં ૧૦માં ક્રમે હતું. જો કે, તાજેતરમાં યુપીના સોનભદ્ર પહાડીમાં ૩૩૫૦ ટન સોનાનો ભંડાર હોવાનું સામે આવતા ભારત સોનાના રિઝર્વમાં ૧૦માં ક્રમેથી સીધો બીજા ક્રમે આવી જશે તેવો અંદાજ છે. સોનભદ્રની પહાડીમાં અંદાજે રૂા.૧૨ લાખ કરોડનું સોનુ ધરબાયેલું હોવાનું સામે આવ્યું છે.

વર્તમાન સમયે ભારતીય ર્અતંત્રને બુસ્ટર ડોઝની જરૂરીયાત છે. આવા સંજોગોમાં આર્થિક સ્થિતિને મજબૂત કરવા ડોલર સામે રૂપિયો તાકાતવર થાય તે જરૂરી છે. ર્અશાીઓનું માનવું છે કે, વ્યાજદર વધતા સોનાની ખરીદીથી તિજોરીને મજબૂતી મળે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વધુને વધુ સોનુ ખરીદવાનો આગ્રહ રાખવામાં આવે છે. આ સોનુ ખરીદવા પાછળ ગ્લોબલ રિસ્કી બચાવનું કારણ જવાબદાર છે. જો અમેરિકી ડોલર વધુને વધુ મજબૂત થાય અને રૂપિયો નબળો પડે તો દેશ પાસે રહેલું સોનુ આર્થિક અને રાજકીય સંકટ ટાળી શકે છે. યુદ્ધની સ્થિતિ આવે તો કરન્સીની કોઈ કિંમત રહેતી નથી માટે સોનુ આપીને પણ હયિાર ખરીદી શકાય છે.

સોનાની કિંમત અમેરિકાના ર્અશાી પણ ખુબ સારી રીતે જાણે છે. જેથી અમેરિકા ૧૦ હજાર ટનના ગોલ્ડ રિઝર્વ સાથે દુનિયામાં સૌથી વધુ સોનાની અનામત રાખતો દેશ છે. ત્યારબાદ અન્ય દેશો પણ પોતાની તિજોરી સોનાી ભરી રહ્યાં છે જેમાં ભારત સત્તાવાર રીતે ૧૦માં ક્રમે છે. પરંતુ આ આંકડો લોકોના ઘરમાં પડેલા સોનાી પર છે. ભારતમાં લગભગ દરેક ઘરમાં નાનાી મોટા વજનમાં સોનુ પડ્યું છે. જો આ આંકડો પણ સત્તાવાર રીતે સામે આવે તો ભારત અમેરિકા કરતા ગોલ્ડ રિઝર્વમાં ક્યાંય આગળ નીકળી જાય. ભારત માટે સોનાનું કેટલુ મહત્વ છે તેનો એક દાખલો જોઈએ. ૧૯૯૦ના સમયગાળામાં વડાપ્રધાન ચંદ્રશેખરની સરકાર વખતે વિદેશી મુદ્રાનો ભંડાર ૧.૧ અબજ ડોલર યો હતો. જે ત્રણ સપ્તાહની આયાતમાં પુરો ઈ જાય તેવો હતો. જેથી વડાપ્રધાન ચંદ્રશેખરે ગોલ્ડ રિઝર્વને ગીરવે મુકીને લોન લીધી હતી. સોનાના કારણે દેશ આર્થિક સંકટમાંથી ઉગરી ગયો હતો. આવી જ રીતે ભારતમાં લાખો પરિવારો માટે સોનુ સંકટ મોચન બની જાય છે. દેશના ર્અતંત્રને વેગવાન બનાવે છે. ડોલર સામે રૂપિયાને મજબૂતી આપે છે. વૈશ્ર્વિક ધરી પર ર્અતંત્રના રાજકારણમાં ભારતને આગળ રાખે છે.

ભારતમાં સોનાની ખરીદી સમયે પણ શુભમુહૂર્ત જોવાનો રીવાજ છે. ભારતનું ઇકો સોશિયો પોલીટીક સામાન્ય રીતે સોનાની આસપાસ ફરતું જોવા મળે છે. સમાજમાં સોનાનું મહત્ત્વ હવે મૂડીરોકાણ માટે વધુ જોવા મળી રહ્યું છે. સોના કરતા પણ મોંઘી ધાતુઓ અસ્તિત્વમાં છે પરંતુ મૂડીરોકાણ કે શણગાર માટે મોહ તો સોનાનો જ રહ્યો છે. દેશના અર્થતંત્રમાં શ્ર્વાસ ફૂંકવા સોનાને પ્રાણવાયુ સમાન ગણી શકાય છે. વર્તમાન સમયે ભારતનું ગોલ્ડ રિઝર્વ ૧૦માં ક્રમે છે પરંતુ જે રીતે પેટાળમાંથી સોનાના જથ્થા મળી રહ્યા છે તે જોતા ભવિષ્યમાં ગોલ્ડ રિઝર્વ મામલે ભારત ૧૦માં ક્રમેથી છલાંગ લગાવી સીધું બીજા અથવા ત્રીજા ક્રમે આવી જાય તેવી અપેક્ષાઓ અર્થશાસ્ત્રીઓ સેવી રહ્યા હોવાનું જાણવા મળી છે.

  • ભારતમાં સોનું એટલે સ્ત્રીધન શા માટે?

સ્ત્રીધન એટલે સ્ત્રીના પોતાના મિલકત જેના પર ફકત અને ફકત સ્ત્રી નો અધિકાર હોય છે. થી ધનમાં મોટાભાગે સોનાનો સમાવેશ થાય છે. કોઈપણ સંજોગોમાં સ્ત્રી  પાસેથી સ્ત્રીધન છીનવી શકાતું નથી. સ્ત્રી વિધવા થાય કે તેના છુટાછેડા થાય અવા તો તે એકલી રહેવાનું પસંદ કરે તો પણ આ સ્ત્રીધન તેની પાસે જ રહે છે. પતિ, પિતા કે પુત્રનો હક્ક તેના પર લાગતો નથી.  ભારતમાં સદીઓથી સ્ત્રી ધનમાં સોનુ આપવામાં આવતું હોય છે. સોના તરફનો લગાવ અને સોનાની વિશ્ર્વસનીયતાના કારણે સ્ત્રી ઓમાં સોનુ જીવન સો જોડાયેલું છે. કપરા સમયે સોનુ જ સ્ત્રી માટે આધાર બને છે. ભારતીય બંધારણ મુજબ સ્ત્રીધન ઓળવી જવું એ ફોજદારી ગુનો છે.

  • મોરારજીભાઇ દેસાઇની ગોલ્ડ કંટ્રોલ એક્ટની મનસા કેમ નિષ્ફળ રહી?

વર્ષ ૧૯૬૩, ૯ જાન્યુઆરીના રોજ નાણા પ્રધાન મોરારજીભાઈ દેસાઈએ ગોલ્ડ કંટ્રોલ એકટનો વટહુકમ બહાર પાડ્યો હતો. જવેલર્સ અને સામાન્ય નાગરિકો ઉપર આ એકટ થોપી બેસાડ્યો હોય તેવી પરિસ્થિતિ તે સમયે સર્જાઈ હતી. પરિણામે સુવર્ણકારોએ આ એકટનો ભરપુર વિરોધ કર્યો હતો. એક તરફ દેશને વેરા અને વિદેશી હુંડીયામણ રળી આપવામાં સુવર્ણકારોનો ફાળો મોટો હતો ત્યારે તેમના પર આ એકટી નિયંત્રણ લાદવાનો પ્રયાસ થયો હતો. જો કે, આ પ્રયાસ એકંદરે નિષ્ફળ નિવડયો હતો. ગોલ્ડ કંટ્રોલ એકટ કી સોનાના વેંચાણ અને ખરીદી ઉપર નિયંત્રણ લાવવાનો આ પ્રયાસમાં નોંધાઈ ચૂકયો છે.

  • ભારતમાં મંદિરમાં પડેલા સોનાનો આંકડો આસમાને!

ભારતીય પ્રજાને સોના તરફનો લગાવ અન્ય દેશોના નાગરિકો કરતા વધુ છે. બીજી તરફ દાન આપવામાં પણ સોનાનો ઉપયોગ તો હોય તેવું પણ ભારતમાં જ જોવા મળે છે. ભારતમાં મંદિરોમાં અનેક ટન સોનુ દાન સ્વરૂપે ચઢાવવામાં આવે છે. આ ઉપરાંત અનેક પૌરાણીક મંદિરો એવા છે કે જેના ભોયરામાં લાખો ટન સોનુ ધરબાયેલું હોય. પદ્મનાભ મંદિર આવા મંદિરો પૈકીનું એક મંદિર છે. જેમાં કરોડો રૂપિયાનું સોનુ મળે તેવી આશા સંશોધકોને હતી. આ મંદિરના એક ભોયરામાં ૧૭ ટન જેટલુ સોનુ મળ્યું હોવાની વાત ચર્ચાય છે ત્યારે આવી જ રીતે શિરડી અને તિરૂપતિ બાલાજી મંદિરમાં દર વર્ષે લાખો રૂપિયાનું સોનુ દાન સ્વરૂપે ચઢાવવામાં આવે છે. ગુજરાતના અંબાજી મંદિરે પણ સોનાનું દાન થાય છે.

  • ભારતમાં સરકાર ગરીબ છે, પ્રજા અમીર છે!

ભારતીય ર્અતંત્ર વર્ષોથી ઉતાર ચઢાવમાંથી પારીત થતું જોવા મળે છે. જો કે, વિશ્ર્વમાં ભારતની ગરીબ દેશ તરીકેની છાપ છે. ભારતમાં અનેક યોજનાઓ વિદેશી સહાયના કારણે પૂરી તી હોય છે. વિશ્ર્વ બેંક કે, અમેરિકા જેવા કદાવર દેશ પાસેી મેળવેલી લોનના માધ્યમી ભારતમાં વિકાસ કાર્યો તાં હોય છે. મસમોટા પ્રોજેકટમાં સરકારને વિશ્ર્વ સમક્ષ હા ફેલાવવા પડે છે. જો કે, ભારતીય પ્રજા ઘણા અંશે અમીર છે. ભારતમાં મોટાભાગના લોકોના ઘરમાં સોનુ પડ્યું છે. ઉપરાંત ભારત સરકાર પાસે જેટલો ગોલ્ડ રિઝર્વ રેશીયો છે તેનાી અનેકગણુ સોનુ લોકો પાસે પડ્યું છે. ઝુંપડીથી લઈ મહેલોમાં રહેતા લોકો પાસે સોનુ પડ્યું હોવાના દાખલા છે. ત્યારે એમ કહેવું ખોટુ ની કે ભારતમાં સરકાર ગરીબ છે, જ્યારે પ્રજા અમીર છે.

  • ગોલ્ડ રિઝર્વથી મળે છે કોઇપણ દેશની તાકાતનો પરચો!

યુદ્ધની પરિસ્થિતિમાં જે દેશ પાસે શ સરંજામ વધારે હોય તે દેશ વિજય થશે તેવું માની લેવામાં આવતું હોય છે. પરંતુ આ વાત સદંતર સાચી નથી. સામાન્ય રીતે જે દેશ પાસે ગોલ્ડનું રિઝર્વ વધુ પ્રમાણમાં હોય તે દેશ યુદ્ધમાં લાંબો સમય ટકી શકે છે. ગોલ્ડનું રિઝર્વ વધારે હોય તો દેશ અન્ય મિત્ર દેશ પાસેી સહાય પણ તુરંત મેળવી શકે છે. માટે એમ કહી શકાય કે, કોઈપણ દેશની તાકાત તેના ગોલ્ડ રિઝર્વ પરી નક્કી થાય છે. માત્ર આર્થિક રીતે જ નહીં પરંતુ યુદ્ધ ભૂમિમાં પણ સોનુ મહત્વનો ભાગ ભજવતું હોય તેવું જોવા મળે છે. ભારતને સોનાના રિઝર્વના કારણે જ શક્તિશાળી માનવામાં આવે છે.

  • ભારતમાં પીળુ એટલુ સોનુ!

કહેવત છે કે, પીળુ એટલે સોનુ નહીં. જો કે, ભારતીય પ્રજાને લક્ષ્યમાં રાખી આ કહેવત ખોટી પડે છે. ભારતીય પ્રજાને પીળી ધાતુ એટલે કે સોના તરફનો મોહ વધુ પ્રમાણમાં છે. સોનુ ભેગુ કરી રાખવું, સોનાના દાગીનાના માધ્યમી અમીરી બતાવવી જેવા શોખ અનેક ભારતીયોમાં જોવા મળે છે. માટે એમ કહી શકાય કે ભારતમાં પીળુ એટલુ સોનુ.

સોનાનું સંગ્રહ કરી કપરા સમયે વેંચી રાહત મેળવી શકાય તેવી માન્યતા લગભગ દરેક ભારતીયોમાં જોવા મળતી હોય છે. માટે સોનુ ભારતીયોનું મનપસંદ મુડી રોકાણનું સાધન બન્યું છે. વર્તમાન સમયે સોનાના સતત વધી રહેલા ભાવ પણ સોનામાં રોકાણકારોનું આકર્ષણ કેટલું છે તેનો દાખલો  આપી રહ્યા છે.

  • રોકડ બાદ સૌથી તરલ મનાય છે સોનું?

ર્અતંત્રને જીવંત રાખવા રોકડની તરલતા મહત્વની છે. સામાન્ય આર્થિક વ્યવહારો રોકડના માધ્યમી થાય છે. આવા સંજોગોમાં રોકડ બાદ માત્ર સોનુ જ એક એવી વસ્તુ છે જેને નાણાકીય તરલતા માટે ઉપયોગમાં લઈ શકાય. નાણાના સને સોનુ આપીને પણ વ્યવહાર થઈ શકે છે. સોનાની વિશ્ર્વસનીયતા રોકડ જેટલી જ છે. પરિણામે સોનાી આર્થિક વ્યવહારો કરવા અન્ય કોઈ સાધન કરતા વધુ સરળ છે. સોનામાં રોકાણ કરવું પણ સુરક્ષીત માનવામાં આવે છે. જેની પાછળ પણ સોનાની ઝડપી તરલતા જવાબદાર હોવાનો મત આર્થિક નિષ્ણાંતોનો છે.

Loading...