Abtak Media Google News

ભારતીય ટીમનાં આક્રમક ખિલાડી શિખર ધવને જ્હોનિસબર્ગનાં ન્યૂ વાંડરર્સ સ્ટેડિયમમાં એક નવો ઇતિહાસ રચીયો છે. સાઉથ આફ્રિકા વિરુદ્ધની સીરીઝની ચોથી વન ડેમાં ધવને એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે, જે અત્યાર સુધી કોઇ પણ ભારતીય બનાવી શક્યો નથી. ૩૨ વર્ષીય ધવને પોતાની ૧૦૦ મી વનડેમાં જ સદી ફટકારતા તેમના માટે ની આ યાદગાર ઇન્નીંગ બની ગઈ છે.

ભારતીય ટીમે તેના ૪૪ વર્ષમાં ઘણા રેકોર્ડ સર્જયા છે સાથે ઘણા ખેલાડીયો એ ૧૦૦ વનડેનાં આંકડાને પણ પાર કર્યો છે. જો કે પોતાની ૧૦૦ મી વનડેમાં જ સદી ફટકારવાનો અનોખો રેકોર્ડ કોઇ પણ ભારતીય ખેલાડી બનાવી શક્યો નથી. આ અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરનારા વિશ્વનાં માત્ર ૯ જ બેટ્સમેન બન્યા છે, જેમાં ૧૦માં ખિલાડી તરીકે શિખર ધવન પણ આવી ગયા છે.

શિખર ધવન એ પોતાની ઇન્નીંગ માં ૧૦૫ બોલ રમી ૧૦૯ રન નોંધાવ્યા હતા. જેમાં તેને ૧૧ ચોકા અને ૨ છક્કા ફટકાર્યા હતા. ૧૦૯ ના નીજી સ્કોર પર તે ડી વિલ્લીઅર્સ ના હાથે જડ્પાઈ ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.