Abtak Media Google News

સમસ્ત વઘાસિયા પરિવાર દ્વારા ચાલી રહેલા જ્ઞાનયજ્ઞમાં આજે ભવ્ય તુલસી વિવાહ યોજાશે

સમસ્ત વઘાસિયા પરિવાર વલારડી દ્વારા આયોજીત જ્ઞાનયજ્ઞ સમસ્ત વઘાસિયા પરિવારના રણ ખાંભીના સુરાપુરા દાદા પાતાદાદાનો ભવ્ય ઈતિહાસ છે. આજથી આશરે ૩૫૦ વર્ષ પહેલા વલારડી ગામની નજીક એક રજવાડું હતું અને આ રજવાડાના રાજકુવરની જાનનાં રખોપા માટે ગયા હતા ત્યારે રજવાડાના સીમાડે લુંટારુઓ દ્વારા રાજકુંવરની જાનમાં રહેલા વેલડાઓને લુંટવા માટે પ્રયાસ કર્યો હતો ત્યારે પૂજય શ્રી પાતાદાદાએ રાજકુંવરના વેલડાને હેમખેમ પોતાના રજવાડામાં પહોંચાડયા હતા અને પોતે પોતાના અંતિમ શ્ર્વાસ સુધી લડયા હતા અને તેમને ખાંભીના રૂપમાં વલારડીના સીમાડે ભવ્ય દેરીમાં બિરાજમાન છે.

પાતાદાદાના દર્શન માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની દર્શન માટે લાઈનો લાગી હતી. ભવિષ્યમાં જ્ઞાનયજ્ઞના સ્થળ પર માતાજીના જયોત સ્વ‚પે ભવ્ય મંદિર બનાવવામાં આવશે. આ જ્ઞાનયજ્ઞના સ્થળ પર સામાજીક ઉત્કર્ષ માટે અલગ અલગ પ્રકારના પ્રદર્શનો ગોઠવવામાં આવ્યા છે. આમા એક પ્રદર્શન સુખી દુખી પરીવારનું છે. જેમાં એક પરીવાર સુખી પરીવાર છે જેમાં સરકારી શિક્ષિત, નિરવ્યસની પરિવારનું છે. આથી એમના પરિવારમાં સુખનો સંચય સદાને માટે રહે છે. જયારે બાજુમાં બીજો પરિવાર દુ:ખી પરીવાર છે. જેમાં એ પરિવાર વ્યસની, વ્યભિચારી બિન સંસ્કારી જુગારી છે આથી આ પરીવાર રોજને રોજ દુ:ખી થતો જાય છે. તેવા આબેહુબ ફોટોસનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે.

જ્ઞાનયજ્ઞમાં સાતમાં દિવસે શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટ દ્વારા વ્યાસપીઠ પરથી પોતાની રસાળ શૈલીમાં જણાવ્યું હતું કે, પરિવારમાં પ્રેમ ટકાવી રાખવા અને પરમ પ્રસન્નતા સાથે જીવવા જીવનમાં ચાર ગુણો કેળવવા પડે છે. સત્ય નિષ્ઠ બનો, સાવધાન બનો, સત્યગ્રાહી બનો, સર્વગ્રાહી બનો અને ત્યારબાદ સત્સંગથી જીવનમાં છ લાભ જણાવતા કહ્યું હતું કે, બુદ્ધિની જડતા દૂર થાય, વાણીની સત્યતા આવે, ચિતની પ્રસન્નતા આવે, માનની ઉન્નતિ, યશની વૃદ્ધિ, પાપનો નાશ વગેરે થાય છે અને સંત પોતાના વર્તન દ્વારા જ સમાજમાં પરિવર્તન લાવે છે.  આ જ્ઞાનયજ્ઞમાં ભારતીબાપુ (ભારતી આશ્રમ, જુનાગઢ) ૧૦૮ કિશનકુમારજી મહોદય (કડી અમદાવાદ), મહંતશ્રી દુર્ગાદાસ (સાયલા), શ્યામસુંદરદાસજી સ્વામી (કષ્ટભંજન હનુમાનજી મંદિર, ગોંડલ) પરશુરામબાપુ (ખોખારીયાધામ), નારણભાઈ કાછડિયા (સાંસદ સભ્ય, અમરેલી), ડો.ભરતભાઈ બોઘરા (માજી ધારાસભ્ય), નિલેશભાઈ વિરાણી (રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ), બીપીનભાઈ વઘાસિયા (ગ્રીન લેન્ડ સાયન્સ સ્કુલ બગસરા), જેન્તીભાઈ વઘાસિયા (મધુરમ ક્ધટ્રકશન, જુનાગઢ), કલ્પેશભાઈ વઘાસિયા (વઘાસિયા પરિવાર ભાવનગર પ્રમુખ), હરેશભાઈ શિયાણી (અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય), મનીષાબેન બી.સાવલીયા (ગોંડલ પાલિકા પ્રમુખ) ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.