Abtak Media Google News

રીટેલ ફુગાવાની નીચી સપાટી અને ઔદ્યોગિક ઉત્પાદનની ધીમી વૃધ્ધીના પાસા ધિરાણનીતિને સીધી અસર કરશે

એક તરફ રીટેલ ફૂગાવાની નીચી સપાટીનું પોઝીટીવ પાસુ અને બીજી તરફ ઔદ્યોગિક ઉત્પાદનની ધીમી વૃધ્ધીના નેગેટીવ પાસાની અકળામણ વચ્ચે રીઝર્વ બેંક આગામી મહિને ધિરાણ નીતિમાં વ્યાજદર ઘટાડે તેવા આશાવાદે શેર બજાર ટનાટન થઈ રહ્યું છે.

અત્યાર સુધીમાં ચોમાસુ સરેરાસ શા‚ રહ્યું હોવાના કારણે ગ્રામિણ ઈકોનોમીમા તેજી રહેવાની શકયતા છે જે શેર બજારને પ્રોત્સાહક અસર કરે છે. સતત ચાર સેશનની એકધારી તેજી અને નવા વિક્રમો રચ્યા બાદ શુક્રવારે બજારમાં નરમાઈ જોવા મળી હતી અલબત શુક્રવારના રોજ પુરા થયેલા સપ્તાહે સેન્સેકસ અને નિફટીમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. આજરોજ સેન્સેકસ ૩૨,૧૧૨ની સપાટીને ટચ કરરી ચૂકયું છે. હાલ ૭૦ પોઈન્ટનો ઉછાળો વ્યાજદર ઘટવાના આશાવાદ તથા સારા ચોમાસાના કારણે શેર બજારનું સેશન પોઝીટીવ રહે તેવી શકયતા છે. લાંબા ગાળાના રોકાણકારોને બજારની હાલની સ્થિતિ આકર્ષી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.