શાપર-વેરાવળ ઈન્ડ. એસો.એ સીએમ રાહત ફંડમાં રૂ.૧૦.૨૨ લાખ અર્પણ કર્યા

59

પ્રમુખ રમેશભાઈ ટીલાળાએ રૂ.૫.૧૧ લાખ આપ્યા

હાલ કોરોનાની મહામારી વચ્ચે અને લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં ગરીબો શ્રમિકોની મદદ માટે મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં સક્ષમ દાતાઓ, સંસ્થાઓ પોતપોતાનું યોગદાન આપી રહ્યાં છે. ત્યારે અનેક ઉઘોગો સાથે ધમધમતા શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસો.ને પણ મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. ૫.૧૧ લાખ આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખ રમેશભાઇ ટીલાળાએ પણ પોતાના તરફથી રૂ. ૫.૧૧ લાખ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યા છે. આમ બંનેના મળી કુલ રૂ. ૧૦.૨૨ લાખ નો ચેક આજરોજ આગેવાનો દ્વારા કલેકટરને અર્પણ કરવામાં આવ્યો છે.

Loading...