Abtak Media Google News

ગાંજાનો નશો કરેલા પરપ્રાંતિય શખ્સની અટકાયત કરી પૂછપરછ કરતા બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ માર મારી લૂંટ ચલાવી ફરાર થયેલા ચારેય શખ્સોની એલસીબીએ કરી ધરપકડ: રિવોલ્વર અને મોબાઇલ કબ્જે

શાપર પોલીસ મથકના ડી સ્ટાફના એએસઆઇ પર શિતળા માતાજીના મંદિર પાસે ગાંજાના ત્રણ ધંધાર્થીએ હુમલો કરી લોડેડ રિવોલ્વર અને મોબાઇલની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે. લૂંટ ચલાવી ફરાર થયેલા શખ્સોને ઝડપી લેવા નાકાબંધી કરી ચારેય શખ્સોને એલસીબી સ્ટાફે શાપરમાંથી જ ઝડપી રિવોલ્વરઅને મોબાઇલ કબ્જે કર્યા છે.

Dsc 6259

એએસઆઇ બકુલભાઇ માધવજીભાઇ વાવેચા જીઆરડીના દશરથભાઇ નાનજીભાઇ રાવળ અને શૈલેષભાઇ માયાભાઇ પરમાર સાથે શિતળા માતાજીના મંદિર પાસે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મુળ ઓરિસ્સાના બિરેન્દ્રકુમાર ઉર્ફે કાળુ બાલમુકેશ્વર પ્રધાન નામના શખ્સને ગાંજાનો નશો કરેલી હાલતમાં અટકાયત કરી પૂછપરછ કરતા હતા તે દરમિયાન હરેશ બગડા નામના શખ્સ ત્યાં ઘસી આવ્યો હતો તેને ‘હરેશ બગડાના માણસને કેમ પકડયો કહી ગૌતમ અને ગૌરવ નામના શખ્સોને બોલાવી હુમલો કરી સર્વિસ રિવોલ્વર અને મોબાઇલની લૂંટ ચલાવ્યાનું ફરિયાદ માં જણાવ્યું છે.

એસઆઇ બકુલભાઇ બે જીઆરડી સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે બિરેન્દ્રકુમારને નશો કરેલી હાલતમાં ઝડપી પૂછપરછ કરતા તેને હરેશ બગડા પાસેથી ગાંજો લઇ નશો કર્યાની કબુલાત આપતા હરેશ બગડાને ઝડપી લેવા બિરેન્દ્રકુમારના મોબાઇલ માંથી વાત કરી શિતળા માતાજીના મંદિર પાસે બોલવતા તે અન્ય બે શખ્સો સાથે ઘસી આવ્યો હતો.

Dsc 6265

હરેશ બગડા નામના શખ્સે આવી એએસઆઇ બકુલભાઇને ગાળો દઇ તે હરેશ બગડટાના માણસને પકડયો છે. કહી ગૌતમ અને ગૌરવ નામના શખ્સોને બોલાવી હુમલો કરી બંને જીઆરડીનાસ્ટાફને ધમકી દેતા તેઓ તેના પોલીસ મથક તરફ જતા રહ્યા હતા જ્યારે હરેશ બગડા નામના શખ્સે રૂ.૫૦ હજારની કિંમતની છ કારતુસ સાથેની રિવોલ્વર અને રૂ.૧૭,૫૦૦ની કિંમતના મોબાઇલની લૂંટ ચલાવી જી.જે.૧૪એએન. ૭૯૪ નંબરના બાઇક પર રાજકોટ તરફ જતા સર્વિસ રોડ પર ભાગી ગયા હતા. બાઇક પાછળ પરશુરામ લખ્યું હતું. તેનો પીછો કર્યો હતો પણ બકુલભાઇના માથામાં ઇજા થઇ હોવાથી અને લોહી નીકળતું હોવાથી તેઓ બેસી ગયા હતા તે દરમિયાન બિરેન્દ્રકુમાર નામનો શખ્સ પણ ભાગી ગયો હતો.

શાપરના એએસઆઇ બકુલભાઇ પર હુમલો કરી સર્વિસ રિવોલ્વર અને મોબાઇલની લૂંટ ચલાવ્યાની ઘટનાથી જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ નાકાબંધી કરાવતા એલસીબી ઇન્ચાર્જ પી.આઇ. ચાવડા સહિતના સ્ટાફે શાપરના ફિલ્ડ માર્શલ સ્કૂલ પાછળથી મુળ ઓરિસ્સાના અને શાપરમાં શિતળા માતાજીના મંદિરપાસે રહેતા બિરેન્દ્રકુમાર કાળુ બાલમુકેશ્વર પ્રધાન, અમરેલીના હરેશ કાળુબગડા, શાપરના ગૌતમ ભીમજી  રાઠોડ અને ગૌરાગ રણછોડ જોષી નામના શખ્સોની ધરપકડ કરી ચારેય શખ્સો પાસેથી રિવોલ્વર અને મોબાઇલ કબ્જે કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.