Abtak Media Google News

મોરબીમાં વૃધ્ધ મતદાતાઓ માટે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્રારા ચૂંટણી પંચના સ્વીપ કાર્યક્રમ હેઠળ મતદારોમાં મતદાન પ્રત્યેની જાગૃતિ કેળવાય અને મતદાનની ટકાવારી ઉંચી લઇ જવાના ભાગ રૂપે મોરબી તાલુકાના બગથળા ગામે ૯૫ વર્ષથી ઉપરના બૂર્ઝગ મતદારો માટેનો મતદાન જાગૃતિ કાર્યક્રમ ગામની કુમાર શાળા ખાતે યોજાયો હતો.જેમાં ૧૦૭ વર્ષના શાંતાબાએ જણાવ્યું હતું કે હું દરેક ચૂંટણીમાં અવશ્ય મતદાન કરું છું.

જન જાગૃતિ કાર્યક્રમમાં નાયબ કલેકટર દમયંતીબેન બારોટે તંદુસ્ત સુશાશન માટે મતદાતાઓએ મતાધિકારનો ચોકકસપણે ઉપયોગ કરવો જોઇએ તેમ જણાવ્યું હતું જિલ્લા શિક્ષણાધિકારી અને સ્વીપના નોડલ ઓફીસર બી.એન. દવેએ દરેક મતદારે મતદાન કરી મતદાનની ટકાવારી ઉચી જાય તે માટે પ્રયાસ કરવા જોઇએ તેમ તેમણે જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં ૧૦૭ વર્ષના જૈફ વયના મતદાર શ્રી શાંતાબેન દલુરામભાઇ રામાનુજે પ્રતિભાવમાં જણાવ્યું કે હું પોતે દરેક ચૂંટણીમાં અવશ્ય મતદાન કરૂ છું તેમ જણાવી દરેક મતદારે મતદાન કરવુ જ જોઇએ તેમ ભારપૂર્વક જણાવ્યુ હતું

શાંતાબેનને ૨૦૧૫માં સતાયુ નાગરીક તરીકેનું સન્માન પણ મોરબી જિલ્લા પંચાયત મારફતે તત્કાલિન મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલનાહસ્તે થયેલ છે.

મતદાન જન જાગૃતિના આ કાર્યક્રમમાં બૂર્ઝગ તેમજ યુવા મતદારોને ઇ.વી.એમ., વીવીપેટ વોટીંગ મશીનનું નિદર્શન કરી મતદાન કઇ રીતે કરી શકાય તેનું નાયબ કલેકટરશ્રી બારોટ દ્રારા વિસ્તૃત  સમજણ અપાઇ હતી.

આ કાર્યક્રમમાં સ્વીપના મદદનીશ નોડલ ઓફીસર પી.વી. રાઠોડ તેમજ બગથળાની સરકાર ઉચ્ચ્તર માધ્યમીક શાળાના વિધાર્થીઓ અને શૈક્ષણીક સ્ટાફ પણ જોડાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.