Abtak Media Google News

૨૯ જાન્યુઆરીએ એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર અને વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલની હાજરીમાં એનસીપીમાં જોડાશે

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાશે તે વાત સ્પષ્ટ થઈ ગઈ છે. શરદ પવારના નેતૃત્વવાળી એનસીપી પાર્ટીના ગુજરાતના પ્રભારી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. ૭૮ વર્ષીય અને ખુબ નામના મેળવનાર અને એક સમયના ગુજરાતના રાજયના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળનાર શંકરસિંહ વાઘેલા ૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની ચુંટણી પહેલા કોંગ્રેસ પક્ષ છોડયો હતો જેને લઈ તેમના અનુયાયીઓ અને તેમના સાથીદારોએ પણ કોંગ્રેસ પક્ષ છોડી થોડા લોકો ભાજપમાં પણ જોડાયા હતા ત્યારે હવે એ પણ અટકળો થઈ રહી છે કે જો શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાશે તો તેમના સાથીદારો પણ ભાજપ પક્ષ છોડી એનસીપીમાં જોડાશે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, એનસીપી પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર અને વરીષ્ઠ નેતા પ્રફુલ પટેલની હાજરીમાં એનસીપી પક્ષમાં જોડાશે. એનસીપી પક્ષે જણાવતા કહ્યું હતું કે, શંકરસિંહ વાઘેલા એક ઉર્જાવાન અને શકિતશાળી નેતા છે જે રાજય અને દેશની નસને બખુબી રીતે જાણે છે અને સમજે છે જેથી શરદ પવાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો કે શંકરસિંહ વાઘેલાને એનસીપીમાં સમાવવા જોઈએ તે નિર્ણય ખરાઅર્થમાં ખુબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ સાબિત થશે.

આ નિર્ણયના કારણે ગુજરાતમાં એનસીપીનું મહત્વ પણ વધશે અને પક્ષને પુરતી તાકાત પણ મળી રહેશે. એનસીપી પાર્ટીના સુત્રોના જણાવ્યા અનુસાર શંકરસિંહ વાઘેલા આગામી ૨૯ જાન્યુઆરીના રોજ પક્ષમાં શરદ પવાર અને પ્રફુલ પટેલની હાજરીમાં જોડાશે ત્યારે એવી પણ અટકળો સામે આવી રહી છે.

કે કોંગ્રેસ પક્ષમાંથી નિકળ્યા બાદ શંકરસિંહના જે કાર્યકરો અને તેમના જે સાથીદારો ભાજપમાં જોડાયા હતા અને થોડા કોંગ્રેસમાં રહ્યા હતા તે પણ એનસીપીમાં જોડાશે પરંતુ આ વાતમાં કેટલું તથ્ય છે તે આવનારા સમયમાં જ જાણવા મળશે પરંતુ એનસીપીમાં શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી થતા રાજકારણમાં એક નવો વળાંક આવ્યો હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. કારણકે લોકસભા ચુંટણી ખુબ જ નજીકના સમયમાં જ આવી રહી છે ત્યારે શંકરસિંહની એનસીપીમાં એન્ટ્રી થતા જ એનસીપી પક્ષના વજનમાં પણ વધારો થઈ ગયો હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.