શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાયા

279

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે એનસીપીમાં જોડાયા છે. એનસીપીના વડા શરદ પવારની હાજરીમાં પાર્ટીમાં જોડાયા બાદ 78 વર્ષીય શંકરસિંહને જનરલ સેક્રેટરીની જવાબદારી સોંપાઈ હતી.50 વર્ષની રાજકીય કરિયરમાં શંકરસિંહ વાઘેલા પાંચમી પાર્ટીમાં જોડાઈ રાજકીય અસ્તિત્વ બચાવવા પ્રયાસો કરશે.

આ પહેલાં તેઓ ભાજપ, રાજપા, કોંગ્રેસ અને જનવિકલ્પ પાર્ટીના નામે ગુજરાતના રાજકારણમાં મહત્વપૂર્ણ રોલ નિભાવી ચૂક્યા છે.

શંકરસિંહ વાઘેલાનો જન્મ 21 જુલાઇ 1940ના રોજ ગાંધીનગરના વાસણા ગામમાં રાજપૂત પરિવારમાં થયો હતો. ગુજરાત યુનિવર્સિટીના માસ્ટર ઓફ આર્ટ્સમાં અનુ સ્નાતક થયેલા બાપુએ વર્ષ 1964માં આરએસએસ અને ત્યાર બાદ 1969માં ભારતીય જનસંઘ(ભાજપ)માં જોડાયા હતા.

Loading...