Abtak Media Google News

જોલી એલએલબી’નો ત્રીજો ભાગ ટૂંક સમયમાં આવી રહ્યો છે તેની ઘોષણા થઈ ચૂકી છે. જેની અંદર અરશદ અને અક્ષય સાથે જોવા મળશે. જોકે મહત્વની વાત એ છે કે આ પહેલા અરશદનું પાત્ર શાહરૃખ ખાનને ઓફર કરવામાં આવ્યું હતું.

આ ફિલ્મના નિર્માતાએ ફિલ્મના ત્રીજા ભાગ માટે શાહરૃખ ખાનના નામની પણ વિચારણા કરી હતી. પણ શાહરૃખે આ ઓફર ઠુકરાવી દીધી હતી. જોકે આનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી, પણ નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે શાહરૃખ ખાન અક્ષયકુમાર સાથે ટક્કર લેવા માગતો નથી અને આ ફિલ્મમાં અક્ષયને ન લેવામાં આવે તો પણ શાહરૃખ અક્કીનું સ્થાન લઈને એની સાથે ટક્કર લેવા માગતો નહોતો.

શાહરૃખ અન્ય સાથી કલાકારો સાથે બાથ ભીડવા ન માગતો હોવાથી આ પહેલા પણ રંગ દે બસંતી, લગાન, થ્રી ઇડિયટ, પદ્માવતી, મુન્નાભાઈ, એમબીબીએસ જેવી ફિલ્મો ઠુકરાવી ચૂક્યો છે. શાહરુખ ખાને ઠુકરાવેલી ફિલ્મ પાછળથી હિટ સાબિત થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.