Abtak Media Google News

દેશભરમાં દિવાળીની શરૂઆત થઈ ગઈ છે. દિવાળીના તહેવારમાં બોલિવૂડ સ્ટાર્સ પણ બિઝી થઈ ગયા છે. અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને સલમાન ખાન પણ દિવાળીની પાર્ટીમાં વ્યસ્ત થઈ ગયા છે. સલમાન ખાને પ્રી દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં કેટલાય બોલિવૂડ સ્ટાર્સ હાજર રહ્યા હતા. સલમાનની આ પાર્ટીમાં શાહરૂખ ખાનથી લઈને સલમાનની એક સમયની ગર્લફ્રેન્ડ કેટરીના કૈફ પણ પહોંચી હતી.

સલમાન ખાને પોતાની બહેન અર્પિતા ખાનના ઘરે પ્રી દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં સલમાન ખાનના પરિવારજનો અને બોલિવૂડ સ્ટાર્સે મસ્તી કરી હતી. આ પાર્ટીમાં કરણ જોહર, એસઆરકે, એકતા કપૂર, મનીષ મલ્હોત્રા, શિલ્પા શેટ્ટી અને કરિશ્મા કપૂર સહિત અનેક સ્ટાર્સ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.