પોલીસ વિભાગના મોનોગ્રામ ઉપર દિવડાંઓ પ્રગટાવતુ એસજીવીપી ગુરૂકુલ રીબડા

55

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાન મુજબ, એસજીવીપી ગુરુકુલના શા.માધવપ્રિયદાસજી સ્વામી અને મેમનગર ગુરુકુલના પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી તેમજ એસજીવીપી ગુરુકુલ રીબડાના સંચાલક શા.ધર્મવત્સલદાસજી સ્વામીની આગેવાની નીચે ગુરુકુલના વિશાળ ક્રિકેટ મેદાનમાં પ્રકાશ પર્વ અનોખી રીતે ઉજવવામાં આવ્યું હતું.

મેદાનમાં ૭૦૦૦ સાત હજાર ઉપરાંત દિવડાંઓથી પોલિસ વિભાગનો મોનોગ્રામ બનાવવામાં આવ્યો હતો.

આ દિવાઓથી ઝળહળતા મોનોગ્રામ દ્વારા કોરાના મહામારીના ભયંકર સંકટના કાળમાં પણ નિષ્ઠાથી સેવા કરનારા અને પોતાના જીવને જોખમમાં મુકી રાત્રિ દિવસ લોકોની સુરક્ષા-સુખાકારી માટે ખડે પગે સેવામાં જોડાયેલા પોલિસ કર્મીઓ,સુરક્ષા કર્મીઓ અને મેડિકલ કર્મીઓને સત્કાર સાથે અભિનંદન આપવામા આવેલ.

આ પ્રસંગે રાજકોટ જિલ્લા પોલિસ વડા બલરામ મીણા,  ઝાલા  (ડીવાયએસપી ગોંડલ),  જાડેજા  (પીએસઆઇ ગોંડલ), ગોહિલ  (એસપી શાપર) અને અનિરુદ્ધસિંહજી જાડેજા (રીબડા) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Loading...