Abtak Media Google News

જાપાનના કલાકારોએ “રઘુપતી રાઘવ રાજારામ’ અને ‘વૈષ્ણવ જન તો તેને કહીએ’ ગાઈને શાંતીનો સંદેશ આપ્યો

જાપાનના ખ્યાતનામ કોસ્મો ફ્યુચર ઇનિશિયનટીન શિન્ડી સ્ટુડીઓના ગાયકોમાં ગિટારવાદક હિદેકી, ગાયક અને પિયાનોવાદક ઓગાવા, વાંસળી વાદક હોઝાન યામોમોટો એસજીવીપી સ્વામિનારાયણ ગુરુકુલમાં પધારતા શા.માધવપ્રિયદાસજી સ્વામી તથા સંગીતકાર ઘનશ્યામ ભગતે ભારતીય પરંપરાગત પ્રમાણે ઋષિકુમારોના વૈદિક મંત્રગાન, પૂર્ણ કુંભ અને રક્ષાસુત્ર બાંધી સ્વાગત સાથે બહુમાન કરવામાં આવેલ.

Img 8838આ સંગીત કલાકારો વિશ્વના અલગ અલગ દેશોમાં ફરી સંગીતના માધ્યમ દ્વારા મહાત્મા ગાંધીજીને પ્રિય ગીત “રઘુપતિ રાઘવ રાજારામ અને “વૈષ્ણવ જન તો કેને કહીએ ગીત ગાઇ વિશ્વશાંતિનો સંદેશ પ્રસરાવી રહ્યા છે.

દર્શન સંસ્કૃત મહાવિદ્યાલયમાં ચાલતા પ્રેમાનંદ સંગીત એકાદમીમાં સંગીતનો અભ્યાસ કરતા નાના નાના સંગીતકાર બાળકોએ  “એ મેરે અચ્છે  ભગવાન સંગીતના સાંજિદા સાથે કિર્તન ગાઇ જાપાનીજ સંગીતકારોનું સન્માન કર્યું હતુ.

જાપાનીજ સંગીતકારો એ પણ “રઘુપતિ રાઘવ રાજારામ અને “વૈષ્ણવજન તો કેને કહીએ ગીત ગાઇ સૌ કોઇને મંત્રમુગ્ધ કર્યા હતા.

તેઓ અમદાવાદમાં ફાઉન્ડેશન ફોર પીસફુલ ચેઇન્જ દ્વારા શિન્કી (ડીવાઇન વોઇસ)ના જાપાનીજ કલાકારો, આઇઆઇએમ મ્યુઝિક ક્લબ, એએમએ, ગાંધી આશ્રમ, ગુજરાત વિદ્યાપીઠ, યુનિક ઇન્ટરનેશનલ સ્કુલ, વગેરે સ્થળે શાંતિ સાક્ષરતા કાર્યક્રમો આપશે. જાપાનીજ સંગીતકારોના ગાઇડ તરીકે મુકુન્દભાઇ પટેલ તથા દેવાંગભાઇ ભટ્ટ સેવા બજાવી રહ્યા છે.

ડો. કાન્સુઆ, દેવાંગ ભટ્ટ અને મુકુન્દભાઇ પટેલના નેતૃત્વમાં ભારતમાં શાંતિ સાક્ષરતા માટે આગામી જાન્યુઆરીમાં આંતરરાષ્ટ્રીય સમીટનું આયોજન કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.