Abtak Media Google News

નાણાંથી મને ખરીદી ન શકયા એટલે આ રસ્તો અપનાવ્યો: જવાબ આપવા માત્ર ૧૦ કલાકનો સમય અપાયો રંજન

ગોગાઇની પ્રતિક્રિયા: સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મહિલા કર્મચારીએ રર જજો સમક્ષ કરેલી રજુઆતથી દેશભરમાં ખળભળાટ

ભારતની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશની વહીવટી વ્યવસ્થાના મહત્વના સ્તંભ ન્યાયતંત્રની સ્વાયતા સામે મોટું જોખમ ઉભું કરવા કેટલાક પરિબળો સક્રિય હોવાનો મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇએ આજે સવારે મહિલા દ્વારા પોતાની સામે કરવામાં આવેલા જાતિય સતામણીના આક્ષેપોને નકારીને સુપ્રિમ કોર્ટેની ખાસ ખંડપીઠ સમક્ષ જણાવ્યું હતું કે દેશની ન્યાય વ્યવસ્થાની સ્વાયતા સામે જોખમ ઉભું કરવાનું મોટું કાવતરું ચાલી રહ્યું છે. માઘ્યમોને આવા ગંભીર બનાવોમાં ખાસ સંયમ જાળવાયા તાકીદ કરી છે.

આજે સવારે સુપ્રિમ કોર્ટની મુખ્ય ખંડપીઠમાં ન્યાયધીશ રંજન ગોગોઇ, ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા અને સંજીવ ખન્નાએ સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા મુકવામાં આવેલી આ કેસની જાહેર હીતમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. કેટલાક વેલ આધારીત મિડિયા રિપોર્ટમા: એક મહિલાએ મુખ્ય ન્યાયમૂર્તિ સામે કહેવાતા જાતીય શોષણના આક્ષેપો અંગેના સમાચારોમાં મહિલાએ મુખ્ય ન્યાયમૂર્તિના અહેવાલો પ્રસિઘ્ધ થયા હતાં.

મુખ્ય ન્યાયમૂર્તિએ સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે દેશના સબળ ન્યાયતંત્રને પાંગળુ બનાવવા કેટલાક પરિબળો સક્રિય થયા હોય તેવું  લાગે છે. દેશની ન્યાયતંત્રને સાયત્તા પર મોટી ઘાત ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે આક્ષેપ કરનાર મહિલા પાછળ કેટલાંક ગુનાહિત ઇતિહાસ ધરાવતા પરિબળોનું પીઠબળ છે જે પોતાની સામે જાતીય સતામણીના આક્ષેપો મહિલા દ્વારા કરાવી રહ્યા છે.

મુખ્ય ન્યાયમૂર્તિ ગોગાઇએ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે વીસ વરસની પોતાની ન્યાયતંત્રની નિસ્વાર્થ સેવામાં તેમની પાસે માત્ર ૬.૮૦ લાખનું મામુલી  બેન્ક બેલેન્સ અને પ્રોવિડન્ડ ફંડમાં જમા ચાલીસ લાખ સિવાય મારી પાસે મારા વિરોધીઓને કશું જ મળ્યું નથી. તેથી હવે તેઓ મહિલા દ્વારા મારી સામે કાનુની કાર્યવાહી કરાવે છે તેમ મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું.

ગયા અઠવાડીયો મુખ્ય ન્યાયમૂર્તિએ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપીક ફિલ્મની સાથે સાથે ચુંટણી પંચમાં તામિલનાડુમાં મોટા પાયે મતદારોને રોકડ સંબંધી વિતરણની મહત્વનાં કેસો હાથ પર છે. તેમણે જણાવ્યું હતું કે માઘ્યમો એ એવી મહિલા કે જેનો ભુતકાળ ગુનાહિત છે. અને ચાર દિવસ તેણે જેલમાં પણ વિતાવ્યા છે.મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇએ પોતાનો પક્ષ કોર્ટ સમક્ષ મુકયો હતો. જયારે અન્ય બે ન્યાયમૂર્તિઓ ન્યાયમૂર્તિ મિશ્રા અને ખન્નાએ માઘ્યમાને મહિલા દ્વારા કરવામાં આવતા આક્ષેપોની સત્યાર્થતા ચકાસીને સુઝબુઝથી અહેવાલો પ્રસિઘ્ધ કરવા વિનંતી કરી હતી.

છેલ્લા કેટલાંક સમયથી મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગાઇ સામે યોન શોષણ સામેના આક્ષેપોએ ભારે ચર્ચા જગાવી છે તેમણે જણાવ્યું હતું કે એ વાતમાં કોઇ શંકા નથી કે આ આક્ષેપોમાં કોઇ તથ્ય ની. અદાલતે પણ માઘ્યમોને આ અહેવાલો પોતાની વિવેક બુઘ્ધિથી પ્રસારિત કરવા જણાવ્યું છે.

અત્રે એ પણે ઉલ્લેખનીય છે કે આ ગંભીર કેસ માટે ખંડપીઠની એ વખતે રચના કરવામાં આવી જયારે સોતિસિટર જનરલ તુષાર મહેતાએ મુખ્ય ન્યાયમૂર્તિ ગોગોઇ સામે યોન શોષણના આરોપ અંગે અધિકારીઓને જાણકારી આપી હતી. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ સામે થયેલા યોન શોષણના આક્ષેપોને બે બુનિયાદ ગણાવીને ચી જસ્ટીસ રંજન ગોગોઇએ દેશની ન્યાયતંત્રની સ્વાયત્તાપર મોટું જોખમ હોવાનું જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.