Abtak Media Google News

ટ્રાફિકની સમસ્યા નિવારવા કેન્દ્ર સરકારે સિકસ લેન હાઈવેના કામ પર મારી મંજુરીની મહોર: ૨૦૦ કરોડના ખર્ચે હાઈવે તૈયાર કરાશે

રાજકોટથી જેતપુર સુધીના ૬૫ કિમીનો હાઈવે સિકસ લેન બનાવવામાં આવશે. હાલ જેતપુર સુધીના ફોરલેન હાઈવે પર ટ્રાફિક સમસ્યા રહેતી હોય આ સમસ્યા નિવારવા કેન્દ્ર સરકારે સિકસ લેન હાઈવેના કામ પર મંજુરીની મહોર મારી દીધી હોવાનું જાણવા મળ્યું છે. કુલ રૂ.૨૦૦ કરોડના ખર્ચે આ સિકસ લેન હાઈવેનું નિર્માણ કરવામાં આવનાર છે. તાજેતરમાં રાજકોટથી અમદાવાદ સુધીના ફોરલેન હાઈવેને સિકસ લેન હાઈવેમાં રૂપાંતરીત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારબાદ વધુ એક હાઈવેને સિકસલેન બનાવવા માટે કેન્દ્ર સરકારે મંજુરી આપી દીધી છે. રાજકોટથી જેતપુર સુધીના ૬૫ કિમીના ફોરલેન હાઈવે પર ભારે ટ્રાફિક રહેવાની સમસ્યા હોવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આ સમસ્યા નિવારવાના ભાગરૂપે કેન્દ્ર સરકારે રાજકોટથી જેતપુર સુધીના ફોરલેન હાઈવેને સિકસ લેન હાઈવેમાં રૂપાંતરીત કરવાનો નિર્ણય લીધો છે.  સ્થાનિક નેતાઓની ઘણા સમયની રજુઆતોને પ્રાધાન્ય આપીને કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટથી જેતપુર સુધીના ૬૫ કિમીના સિકસ લેન હાઈવેને રૂ.૨૦૦ કરોડના ખર્ચે બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, રાજકોટથી જેતપુર સુધી સિકસ લેન હાઈવે બનવાથી વાહન ચાલકોને પરીવહનમાં ખુબ સરળતા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.