Abtak Media Google News

Table of Contents

બોર્ડ ટોપટેનમાં ૬૧ વિદ્યાર્થીઓ: એ-૧ ગ્રેડ મેળવતા ૨૦૭ વિદ્યાર્થીઓ

આજરોજ સવારે ઇન્ટરનેટ ના માઘ્યમથી ધો.૧૦નું પરિણામ જાહેર થતાં ધોળકીયા સ્કુલના તમામ વિઘાર્થીઓ ઉચ્ચ ગ્રેડ સાથે પાસ થયાના સમાચારો મળતા જ શાળા ખાતે હજારો વિઘાર્થીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. અને ફટાકડા, બેન્ડ-વાજા તથા ગ્રુપ ડાન્સ સાથે ઢોલ-નગારા સાથે ભવ્ય ઉજવણી કરવામા આવી.

હજારોની સંખ્યામાં વિઘાર્થી ભાઇ-બહેનો, વાલીગણ તેમજ શિક્ષણ મિત્રો જયારે જાહેર માર્ગો પર વિજયનો ઉત્સાહ મનાવી રહ્યા હતા. ત્યારે સેંકડો વેપારી, નાગરીકો રસ્તા પર આવી આ વિઘાર્થીઓના ઉત્સાહમાં વધારો કરેલ.

૯૯.૯૯ પી.આર. સાથે સમગ્ર રાજય પ્રથમ ક્રમાંકે દસ-દસ વિઘાર્થીઓને ખભા પર ઉંચકી શિક્ષકોએ સન્માન કર્યુ હતુઁ.  સાથો સાથ ઉમદા પ્રેરણા આપી ઉજજવળ પરિણામ માટુ પ્રેરિત કરનાર જીતુભાઇ ધોળકીયાને સર્વે વિદ્યાર્થી સમુદાયે પોતાના ખભા પર ઉૅચીસ લીધા હતા.

અત્રેએ ઉલ્લેખની છે કે બોર્ડ પરિણામો જયારે જયારે જાહેર થાય છે. ત્યારે સમગ્ર રાજય કક્ષાએ પ્રથમ ક્રમાંકિત ધોળકીયા શાળા પોતાનો વિજય ડંકો લઇ રાજકોટનું ગૌરવ રાજય કક્ષાએ સ્થાપિત કરે છે. તે ફરી એકવાર સાબિત થયું છે. આવા ઉજજવળ પરિણામની તક આપવા બદલ ધોળકીયા શાળા પરિવાર રાજકોટના વિઘાર્થી અને વાલીગણનો આભાર માને છે. કે જેઓએ અમારી આ વિજયયાત્રામાં સામેલ લઇ અમારો ઉત્સાહ વધાયો છે.

બાળકોની જીવન કારકિર્દીનું ઘડતર કરવું એ ધોળકિયા સ્કુલનો સંકલ્પ: સંચાલક જીતુભાઈ ધોળકિયા

Vlcsnap 2019 05 21 12H30M07S747

સંસ્થાના સંચાલક જીતુભાઈ ધોળકિયાએ ઉપસ્થિત વાલીગણને સંબોધન કરતા જણાવ્યું હતું કે, અમારી આ ૪૮ વર્ષની ભવ્ય શૈક્ષણિક સફરમાં આપ વાલીગણે અમારા પર વિશ્વાસ મુકયો છે. આથી રાજકોટ શિક્ષણનું હબ બન્યું છે જે બદલ અમો આપના ઋણી છીએ. ધો.૧૦ની સફળતા એ માત્ર પ્રારંભ છે. અમારી ખરી જવાબદારી ધો.૧૨ સાયન્સ અને કોમર્સ સુધી આ બાળકોને પહોંચાડી જીવન કારકિર્દીનું ઘડતર કરવું એ ધોળકિયા સ્કુલનો સંકલ્પ છે.

ઉજજવળ કારકિર્દી ધરાવતા ભાલોડીયા વિક્ષિતા ફર્સ્ટ

Img 20190521 Wa0008

મવડી પ્લોટ વિસ્તારની શ્રેષ્ઠ શાળા એલ.જી. ધોળકીયા હાઇસ્કુલમાં અભ્યાસ કરતા ગૃહિણી માતા ગૌરીબેન અને શિક્ષક પિતા ગોરધનભાઇ તેજસ્વી દીકરી વિક્ષીતાએ ગણીતમાં ૧૦૦ માંથી ૧૦૦ અને વિજ્ઞાન તથા સમાજશાસ્ત્રમાં ૯૯ ગુણ મેળવી ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરેલ છે.

વિક્ષિતાના શિક્ષક પિતા જણાવે છે કે ધોળકીયા સ્કુલીમાં જીતુસર અને કૃષ્ણકાંતસર દ્વારા શિક્ષણની સાથે સંસ્કારોનો વારસો પણ મળે છે. તેઓની દીકરી વિક્ષિતાને ભારતની પ્રખ્યાત ટાટા ઇન્સ્ટીટયુટમાં વિજ્ઞાન પ્રવૃતિ માટે જવાની તક મળી હતી. તે અવિસ્મણીય ઘટના છે.

ભાઇ-ભાભીના સહકારથી ધોળકીયા સ્કુલની ભુત ભકિતએ બોર્ડ પ્રથમ રેન્ક મેળવ્યો

Img 20190521 Wa0010

હોટલ બીઝનેસ સાથે સંકળાયેલા મોટા-ભાઇ સાહિલભાઇ સાથે રાજકોટમાં રહી અભ્યાસ કરતા મૂળ કેશોદ પંથકના રહેવાસી ભૂત ભકિત જગદીશભાઇ એ ૯૯.૯૯ પીઆર મેળવી અને ગણિતમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ સાથે સમગ્ર પરિવારનું નામ રોશન કર્યુ છે. ભાઇ-ભાભી તરફથી મળતું મોટીવેશન શિક્ષિકા માતાનું પ્રોત્સાહન અને કેશોદ નગરપાલિકાના કર્મચારી જગદીશભાઇની દીકરીએ પોતાની આ સફળતા માટે જણાવ્યું કે શાળાના સંચાલક જીતુભાઇ અને મોટાસર દ્વારા અમોને ખુબ જ માગદર્શન મેળલ છે.

ધાર્યું પરિણામ મેળવવામાં શિક્ષકો અને માતા-પિતાનો મહત્વનો ફાળો: રૂષાલીVlcsnap 2019 05 21 12H29M40S357

આ તકે રૂષાલીએ જણાવ્યું હતું કે, મારે અંગ્રેજી માધ્યમ ધો.૧૦માં ૯૯.૭૧ પીઆર મળ્યાં છે તેનાથી હું ખુબ જ ખુશ છું અને મેં જે ધાર્યું હતું તેજ પરિણામ મળ્યું છે. આ પરિણામમાં મારા માતા-પિતા અને શિક્ષકોએ મને ખુબ જ સહકાર આપ્યો છે તેનો હું આભારી છું.

આજનો દિવસ મારા માટે ખુબ જ મહત્વનો છે: તીર્થ

Vlcsnap 2019 05 21 12H29M46S851

આ તકે અંગ્રેજી માધ્યમ ધો.૧૦માં ૯૯.૭૭ પીઆર મેળવનાર તીર્થએ જણાવ્યું હતું કે, આજનો દિવસ મારા માટે ખુબ જ મહત્વનો છે અને તેની મને ખુશી પણ છે. મને મારા માતા-પિતા અને શિક્ષકોએ ખુબ સહકાર આપેલો છે તેમનો હું આભારી છું.

સારા પરિણામનો શ્રેય મારા શિક્ષકો અને માતા-પિતાને: શ્રુતિVlcsnap 2019 05 21 12H29M34S539

આ તકે ૯૯.૯૮ પીઆર મેળવનાર ધો.૧૦ની વિદ્યાર્થીની શ્રુતિએ જણાવ્યું હતું કે, મારે આ જે પરીણામ આવ્યું છે તેનો શ્રેય હું મારા શિક્ષકો અને માતા-પિતાને આપું છું. મારી મહેનત અને તેમનાં માર્ગદર્શનથી જ આ શકય બન્યું છે.

દરરોજ રિવિઝનને કારણે સોજીત્રા મિશ્રા ૯૯.૯૯ પી.આર. સાથે બોર્ડ ફર્સ્ટ

Img 20190521 Wa0005

આજરોજ જાહેર થયેલા એસ.એસ.સી. ની પરીક્ષામાં ૯૯.૯૯ પી.આર. મેળવનાર સોજીત્રા ચંદુભાઇના પુત્રી મિશ્રાએ સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ભવિષ્યમાં ડોકટર બનવાનું સપનું જોતા તેઓ જણાવે છે કે શાળામાં મોટીવેશનલ કાર્યક્રમ કરવામાં આવે છે અને બોર્ડની પેટર્ન મુજબ અપડેટ રાખવામાં આવે તેના કારણે આ સફળતા મળી છે. સંસ્થાના મોભી જીતુભાઇ દ્વારા પ્રોત્સાહન મળ્યું છે અને કૃષ્ણકાંતભાઇ દ્વારા મળતું માર્ગદર્શન ઉપયોગી સાબિત થયું છે. તેઓના માતા-પિતા જણાવે છે કે અમો કયારેય અપેક્ષાનો બોજ તેનાન પર લાદતા નથી બદલામાં તેને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપતા રહીએ છીએ. જેથી આ ઉજજવળ પરિણામ તેમને પ્રાપ્ત કર્યુ છે.

શાળાના શ્રેષ્ઠ આયોજન થકી મને સફળતા મળી છે: ટાંક માધવ

Img 20190521 Wa0004

ધોળકીયા ટ્રસ્ટની ડિવાઇન હાઇસ્કુલમાં અભ્યાસ કરતાં અને ૬૦૦ માંથી ૫૮૮ માર્ક સાથે ૯૯.૯૯ પી.આર. મેળવનાર ગૃહિણી માતા હેતલબેન અને એન્જીનીયરીગ પિતા તુષારભાઇના સંતાન ટાંક માધવ રાજકોટ શહેર કક્ષાએ અને સમગ્ર રાજય કક્ષાએ શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે.

તેઓ જણાવે છે કે શાળાના અભ્યાસના પ્રથમ દિવસથી જ વર્ગખંડમાં એકાગ્રતા રાખી અભ્યાસ કર્યો. જીસર દ્વારા શાળાકીય આયોજન સમયે વિશેષ માર્ગદર્શન મળ્યું અને પરીક્ષાના છેલ્લા ૧૦ દિવસ બાકી હતા ત્યારે લેવાયેલી બે મોટી પરીક્ષાઓથી મને આ સફળતા મળેલ છે. ગણિતમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવવા ટાંક માધવ પર ખરેખર માધવની અભિનંદન વર્ષા થઇ રહી છે.

દરેક વિષયનાં શિક્ષકોનું માર્ગદર્શન અને પુરી તૈયારીઓથી સારું પરિણામ આવ્યું: ટોલિયા પ્રિન્સ

Img 20190521 Wa0011

આ તકે ૯૯.૯૯ પીઆર મેળવનાર ટોલિયા પ્રિન્સે જણાવ્યું હતું કે, મારે આજે ધો.૧૦માં આવેલા પરિણામથી ખુબ જ ખુશી અનુભવું છું. તેમજ મારા શિક્ષકોએ જે મહેનત કરી તેનો આભારી છું. દરેક શિક્ષકનું દરેક વિષયમાં મને માર્ગદર્શન મળતું તેમજ તેને અનુસરીને જ મેં પુરી તૈયારીઓ કરી છે. જેમાંથી આજે મારું સારું પરિણામ આવ્યું છે. આ તકે હું મારા માતા-પિતાનો પણ આભારી છું.

મારી મહેનત અને શાળાનો સહયોગસારા પરિણામ માટે જવાબદાર: બુસા ચાંદની

Img 20190521 Wa0002

આ તકે ધો. ૧૦ માં ૯૯.૯૯ પીઆર મેળવનાર બુસા ચાંદનીએ જણાવ્યું હતું કે આ પરિણામ માટે મે ખુબ જ મહેનત કરી હતી તેમજ શાળાનો ખુબ જ સહયોગ રહ્યો હતો. મારા માતા-પિતા એ પણ મને ખુબ જ સહયોગ આપ્યો તે બદલ હું મારી શાળા અને વાલીઓની આભારી છું.

ધોળકીયા સ્કુલ રાજયભરમાં મોખરે રહેતા ઢોલ-નગારા સાથે ઉજવણી

આજરોજ વહેલી સવારે ઇન્ટરનેટના માઘ્યમથી એસ.એસ.સી. માર્ચ ૨૦૧૯ નું પરિણામ જાહેર થતાં જ ધોળકીયા સ્કુલમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો. બોર્ડ પ્રથમ ૯૯.૯૯ પીઆરમાં ૧૦ વિઘાર્થી, બોર્ડ ટોપ-ટેનમાં ૬૧ વિઘાર્થી ૯૦ ટકા થી ઉપર એટલે કે એ-૧ ગ્રેડમાં સમગ્ર રાજકોટ જીલ્લામાં સૌથી વધુ ૨૦૭ વિઘાર્થી સાથે ધોળકીયા સ્કુલ પ્રથમ નંબર ઉપર રહી છે.

આ સફળતા બદલ બહોળા વિઘાર્થી અને વાલીગણ દ્વારા ડીજે ના તાલે રાસ ગરબા સાથે ઉજવણી કરવામાં આવી સંસ્થાના સંચાલક જીતુસરે ઉ૫સ્થિત વાલીગણને સંબોધન કરતાં જણાવ્યું હતું કે અમારી આ ૪૮ વર્ષની ભવ્ય શૈક્ષણિક સફરમાં આપ વાલી ગણે અમારા પર વિશ્ર્વાસ મુકયો છે. આથી રાજકોટ શિક્ષણનું હબ બન્યું છે. જે બદલ  અમો આપની ‚ણી છીએ. ધો.૧૦ ની સફળતા એ માત્ર પ્રારંભ છુે.

ધોળકીયા સ્કુલે મારું ડોકટર બનવાનું સ્વપ્ન પૂર્ણ કરવાની આશા જગાવી છે: શ્રેયા ભોરણીયા

Img 20190521 Wa0003

૯૯.૯૯ પી.આર. સાથે બોર્ડ પ્રથમ આવનાર અમુેલ મિનરલ મોરબીના ઉઘોગપતિ ભોરણીયા મનસુખભાઇની પુત્રી શ્રેયાએ તમામ વિષયમાં ૮૭/ ૯૮/ ૯૯ ની રેન્જ જાળવી સતત મહેનત અને મોટીવેશનથી શાળાની નિયમિત પરીક્ષાઓ અને જીતુભાઇના માર્ગદર્શનથી આ ઉત્તમ સફળતા મેળવી છે તેમ જણાવે છે.ભવિષ્યમાં ડોકટર બની સમાજ સેવા કરવા શ્રેયા જણાવે છે. જીવનની પ્રથમ પરીક્ષામાં રાજય પ્રથમ આવવાની આ ઘટનાઓ ધો. ૧ર ની સફળતાનો પાયો નાખ્યો છે.

મારી ખુબ જ મહેનત અને શાળાનાં સહયોગથી હું ખુશ છું: પોપટ પ્રતિક

Img 20190521 Wa0009

આ તકે પોપટ પ્રતિકે જણાવ્યું હતું કે, મારે ધો.૧૦નું ૯૯.૯૯ પીઆર પરિણામ આવ્યું છે. જેમાંથી હું ખુબ ખુશ છું. આ પરીણામ માટે મેં ખુબ જ મહેનત કરેલી હતી. તેમજ શાળાનો ખુબ જ સપોર્ટ મળ્યો છે. આગળ હું એન્જિનિયરીંગ ક્ષેત્રે વધવા માંગું છું.

‘રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મુંજાઇ મનમાં મરી જવાના’: પરમાર પાર્થ

Img 20190521 Wa0006

બોર્ડ પ્રથમ ૯૯.૯૯ પીઆર મેળવનાર ગૃહિણીમાતા રક્ષાબેન અને એન્જીનીયર સંજયભાઇના પુત્ર પરમાર પાર્થ દ્વારા ખરા અર્થમાં પાર્થને કહોચઢાવે બાણ, હવે યુઘ્ધ એજ કલ્યાણ એ સૂત્રને સાર્થક કરવા મારે કોઇપણ ભોગે શાળમાં પ્રથમ આવવું છે. તે અપેક્ષાર્થી માત્ર ને માત્ર શાળા અને પાઠયપુસ્તક પર મહેનત કરી પાર્થ જણાવે છે. કે શાળાના શિક્ષકોનું અને જીતુભાઇ દ્વારા મળેલ માર્ગદશનનું આ પરિણામ છે મારી લખવાની ઝડપ ઓછી હોવા છતા શાળામાં લેવાતી સતત પરીક્ષાને કારણે મારા બધા પેપર સમયસર પુરા થઇ જતા હતા.

૪ થી ૫ કલાકનો અભ્યાસ અને શિક્ષકોના માર્ગદર્શને અપાવી સિદ્ધી: મંકોડી પ્રસિદ્ધી

Img 20190521 Wa0007ઉપરાંત મારા શિક્ષકો જે માર્ગદર્શન આપતા તેનું અનુસરણ કરતી તેના થકી મને પરીક્ષાનો કોઈ ડર જ નહોતો લાગતો અને શાંતિપૂર્ણ રીતે પરીક્ષાઓ આપી અને જે ધાર્યું હતું તેજ પરીણામ મળ્યું છે. આ તકે મારા માતા-પિતાએ મને ખુબ સહયોગ આપ્યો છે.આ તકે ૯૯.૯૯ પીઆર મેળવનાર ધોળકિયા સ્કુલની વિદ્યાર્થીની મંકોડી પ્રસિઘ્ધીએ જણાવ્યું હતું કે, હું રોજના ૪ થી ૫ કલાક અભ્યાસ કરતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.