જેતપુરના ખીરસરામાં ગેરકાયદે ધમધમતા સાત ઘોલાઇ ઘાટ તોડી પડાયા

54

રૂા.૧૧ લાખનો મુદામાલ સીઝ કરાયો

જેતપુર તેમજ આજુબાજુ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ઘાટ તોડી પાડવાની કાર્યવાહી ઘણા સમયથી ચાલે છે. છતાં ગેર કાયદેસર ઘોલાઇ ઘાટ ચાલતા જ રહે છે. જીપીસીપી અને નાયબ કલેકટરની ટીમ દ્વારા યોગ્ય પગલા ન લેવાતા ફરી ઘોલાઇ ઘાટો ગેરકાયદેસર ચાલે છે. આજથી આશરે દોઢ મહીના પહેલા નાયબ કલેકટર અને પીજીવી સીએલ, જીપીસીપી તેમજ ઇરીગેશનના અધિકારીઓ દ્વારા પાંચ દિવસ સતત ચેકીંગ કરી ઘણા ગેરકાયદેસર ઘાટ તોડી પાડયા હતા. અને સોફર મશીનો સીઝ કર્યા હતા. ત્યારે આ ટીમો દ્વારા વાલા દવલાની નીતી અપનાવિ હતી. આ ટીમો દ્વારા જે ચેકીંગ કરવામાં આવ્યું હતું તેમાં જે ગેરકાદેસર, પાઇપ લાઇન ન દ્વારા ભાદર નદીમાં પાણી છોડતા પકડયોલો પ્રોસેસ અને સોફર ચલાવનારો ઇસમો ઉપર કોઇ જાતની કાર્યવાહી કરેલ નથી. કયાં કારણોસર નથી કરેલ તે લોકોને શંકા ઉપજાવે છે. જીપીસીપી અધિકારીઓને પુછતા તો જણાવેલ કે કાર્યવાહી ગાંધીનગરથી થાય છે. હાલ ઘણા સોફર અને પ્રોસેસ હાઉસની પાઇપ લાઇન દ્વારા પાણી નદીમાં છોડવામાં આવે છે. તે પાઇપ લાઇન જી.પી.સી.પી. કે ડે. કલેકટર ની ટેમ કઢાવી શકતી નથી કે કોઇ જાતની કાર્યવાહી કરેલ નથી તેમજ જે હાલ જીપીસીપી દ્વારા જે એકમોને મંજુરી આપેલ હોય છે. એકમો દ્વારા પાણી ટ્રીટમેન્ટ કરવામાં આવતું નથી. અને તે પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર નદીમાં છોડવામાં આવે છે. તેમની સાથે કોઇપણ જાતની કાર્યવાહી થતી નથી તે કયારે થશે ડે.કલેકટર ભોગોલીક પરિસ્થિતિના અજાણ હોય અને જીપીસીપીના અધિકારી વધુ જાણતા હોવા છતાં તે ડે. કલેકટર ને યોગ્ય જાણકારી આપતા ના હોય જેથી પોલ્યુશન કરનાર એકમો બેફાર્મ પોલ્યુસન ફેલાવે છે. હજુ ઘણા ગેરકાયદેસર મજુરી વગરના ફોસર ચાલે છે તેની સામે કોઇ કાર્યવાહી થતી નથી અને જીપીસીપીના મંજુરી  વાળા સોફર અને ધોલાઇ ધારો બેફામ નદીમાં ટ્રીટમેન્ટ કર્યા વગર પાણી નદીમાં પાઇપલાઇન દ્વારા છોડવામાં આવે છે. આવા એકમ ચાલકો માથાભારે હોય અથવા વગદાર હોય જેથી તંત્ર કાયવાહી કરી શકતું નથી.

તો જો. ડે.કલેકટર સાહેબ વાળા હવલાની નીતીને બદલે જો પોલુસન કરે છે તેમની સામે કાયદેસર કાર્યવાહી કરે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

Loading...