ચીરીપાલ ગ્રુપ ઓફ કંપનીના એમડી સહિત ૬ લોકો સામે નોંધાઇ ફરિયાદ

101

કાપડ ફેકટરીમાં ભીષણ આગના પગલે ૭ લોકોના મોત: વેન્ટીલેશન ન હોવાથી આગ વધુ પ્રસરી

પીરાણા-પીપરજ રોડ પર આવેલી ચીરીપાલ ગ્રુપની ડેનિમ બનાવતી ફેકટરીમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. યોગ્ય વેન્ટીલેશન ન હોવાનાં કારણે આગ વધુ પ્રસરતા ૭ લોકોના મોત નિપજયા હતા. આગ ભીષણ હોવાના કારણે વીએસ હોસ્પિટલમાં રાખવામાં આવેલા મૃતદેહની ઓળખ થઈ શકી ન હતી જે માટે હવે ડીએનએ ટેસ્ટ પણ કરાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ચીરીપાલ ગ્રુપ શિક્ષણ સહિત અનેકવિધ ક્ષેત્રે ખુબ મોટુ નામ ધરાવે છે ત્યારે ભિષણ આગના પગલે કંપનીના એમડી સહિત ૬ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. હાલ પ્રારંભિક તપાસમાં એ વાતની પણ પુષ્ટિ થઈ છે કે ફાયર સેફટીના પુરતા સાધનો પણ જોવા મળ્યા નથી.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ અમદાવાદના નપીરાણા-પીપરજ રોડ પર આવેલ એક કાપડની ફેક્ટરીમાં આગ લાગવાના કારણે ૭ લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. નારોલ-પીરાણા રોડ પર આવેલી નંદન ડેનિમ નામની કાપડની ફેક્ટરીમાં શનિવારે સાંજે ૫.૪૫ વાગે લાગેલી ભીષણ આગ એટલી વિકરાળ હતી કે સૂંપૂર્ણ રીતે કાબૂમાં લેતા ૧૫ કલાક જેટલો સમય લાગ્યો હતો. પ્રાથમિક અહેવાલ મુજબ કાપડની ફેક્ટરીમાં લાગેલી આ આગમાં ૧૦ કરતા વધારે લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. ભીષણ આગ લાગવાની ઘટનાની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની ૧૯ જેટલી ગાડીઓ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

આગ પર કાબૂ મેળવી લેવાયા બાદ હવે ફાયર બ્રિગેટ દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ મામલે નારોલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેરના નારોલ પીપળજ રોડ પાસે ચીરીપાલ ગૃપની નંદીમ ડેનિમ નામની કાપડ ફેકટરીનાં ગોડાઉન આવેલું છે. અહીં શનિવારે સાંજના સમયે આગ લાગી હતી. અહીં કાપડ યુનિટમાં બે માળના બે મોટા ગોડાઉનમાં કોટન અને કાપડ સહિત અન્ય ચીજવસ્તુઓનો જથ્થો પડયો હતો. ત્યારે ૩૦૦ ફૂટ લાંબા અને ૭૦ ફૂટ પહોળા ગોડાઉનમાં પહેલા માળે આવવા જવા માટે ફકત એક જ સીડી હતી. તેવામાં આગ કે અન્ય ઇમરજન્સી ઘટનામાં કર્મચારીઓની સેફ્ટીનું શું આ અંગે મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.

Loading...