Abtak Media Google News

રાજકોટ આર.આર.સેલની ટીમે રૂ.૭૭ હજારનો મુદામાલ કબ્જે કર્યો

સુરેન્દ્રનગર જિલ્લાના કટુડા ગામની સીમમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીનાં આધારે રાજકોટ આરઆરસેલની ટીમે સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા પાંચ શખ્સોને રોકડ, મોબાઈલ અને બાઈક મળી કુલ રૂ. ૭૭ હજારના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે નાસી જનાર બે શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ આદરી છે.

રેન્જમાં પ્રોહી. જુગારની બદી નાબુદ કરવા  ડી.એન.પટેલ, નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ રાજકોટનાઓએ કૃણાલ પટેલ પો.સબ.ઇન્સ  આર.આર.સેલ નાઓને કડક હાથે કામગીરી કરવા સુચના કરેલ જે અન્વયે સેલના માણસોને ખાનગીરાહે હકિકત મળેલ કે સુરેન્દ્રનગર જીલ્લાના જોરાવરનગર પો.સ્ટે. વિસ્તારમા કટુડાગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે  દરોૈડો પાડી જુગાર રમતા ધનશ્યામ હરજીભાઇ રાખશીયા રે.કટુડા , અશ્વીન ત્રીભોવનભાઇ રાઠોડ રે.કટુડા, દિપક ચુનીલાલ પઢારીયા રે.સુરેન્દ્રનગર, મુકેશ મનજીભાઇ વાટુકીયા રે.દુધરેજ, સુરેભા રઘુભા ઝાલા રે.કટુડા વાળાઓને નશીબ ઉપર આધારીત ગંજીપતાના પાના અને પૈસા વતી તીનપતીનો હાર-જીતનો જુગાર રમતા રોકડા કુલ રૂ.૧૨,૦૦૦/-, મોબાઇલ ફોન-૫ રૂ.૫,૦૦૦/- તથા મો.સા.-ર રૂ.૬૦,૦૦૦/- મળી કુલ રૂ.૭૭,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી તેમજ નાશી જનાર ભુપતસિહ બહાદુરસિહ વાઘેલા, ધનશ્યામ ગોવીંદભાઇ કમેજળીયા વિરુધ્ધ જોરાવરનગર પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.