Abtak Media Google News

માળીયા મિયાણા તાલુકાના ઘાટીલા ગામની સીમમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લઈ રૂપિયા ૧,૪૦,૭૦૦ નો મુદામાલ જપ્ત કરતા જુગારી આલમમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના ઘાટીલા ગામે વખારી સિમ તરીકે ઓળખાતા વિસ્તારમાં જુગાર રમતો હોવાની બાતમી મળતા માળીયા પોલીસ સ્ટેશનના ભરતભાઇ જીલરીયા, માહિપતસિંહ સોલંકી, દિવ્યરાજસિહજાડેજા,  જયદેવસિંહ ઝાલા, કમલેશભાઇ રબારી, હરદીપસિહ ઝાલા સહિતના સ્ટાફે દરોડો પાડતા ચંદુભાઇ ગાંડાભાઇ પટેલ, રમેશભાઇ તળસીભાઇ પટેલ, બાલુભાઈ સવજીભાઇ પટેલ, મહેશભાઇ સીંધાભાઇ કોળી, રસીક્ભાઇ હરજીવનભાઇ પટેલ,  ભુપતભાઇ નાનજીભાઇ કોળી, હનીફભાઈ હુસેનભાઇ ચનીયા રે.બધા ઘાટીલા તા.માળીયા વાળા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

વધુમાં પોલીસે આ જુગાર દરોડામાં રોકડ રૂ.૪૧૭૦૦, મોટર સાયકલ નંગ – ૪ કિંમત રૂ.૬૦,૦૦૦ તથા મોબાઇલ નંગ-૬ કિ.રૂ. ૩૦૦૦ એમ કુલ મળી રૂ. ૧,૪૦,૭૦૦  મુદામાલ સાથે જુગાર રમતા પકડાઈ જતા માળીયા પોલીસે જુગારધારા એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.