Abtak Media Google News

મેયર જૈમન ઉપાધ્યાય, મ્યુ.કમિ. બંછાનિધી પાની, સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને ધનસુખ ભંડેરીની પ્રેરક ઉપસ્થિતિ

પ્રજાને સરકારી કામો માટે થોડી ધણી મુશ્કેલી ભોગવવી પડતી હોય છે. ધણી વખત આળસનાં લીધે પણ ધણા લોકો સરકારી કચેરીઓ સુધી પહોચતા નથી હજુ પણ ધણા લોકો સરકારીની ધણી યોજનાઓથી વંચિત છે. આ તમામ પ્રશ્ર્નોના નિવારણ ‚પે રાજય ભરમાં સેવાસેતુ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગ‚પે શહેરમાં સેવા સેતુક કાર્યક્રમ યોજાયો હતો જેમાં મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, મ્યુ. કમિશ્નર બંછાનીધી પાની, ધનસુખભાઈ ભંડેરી, સ્ટે. ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી તેમજ વોર્ડના કોર્પોરેટરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Vlcsnap 2017 04 07 10H37M28S175આ કાર્યક્રમ વિશે માહિતી આપતા પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતુ કે આ કાર્યક્રમમાં રાજકોટની જનતાને કુલ ૨૪ સેવાઓનો લાભ મળી રહેશે જેમાં જનતાને કોઈ પણ સરકારી કામ જેમકે આધાર નોંધણી રેશનકાર્ડ નોંધણી, અમૃતકાર્ડ, મા-વાત્સલ્ય કાર્ડ જેવી સેવાઓનો લાભ મળી રહેશે.

આ વિશે વધુમાં જૈમન ઉપાધ્યાયએ જણાવ્યું હતુ કે આ કાર્યક્રમમાં લોકોને હાલ ૨૪ સેવાઓનો લાભ મળશે અને આ પ્રક્રિયાઓ ખુબજ ઝડપી કરવામાં આવે છે. જેથી પ્રજાને કોઈ મુશ્કેલીનો સામનો નહી કરવો પડે નજીકનાં સમયે આ કાર્યક્રમમાં બીજી સેવાVlcsnap 2017 04 07 10H38M43S149નો ઉમેરો પણ કરવામાં આવશે તેમણે અમૃતકાર્ડ અને માં વાત્સલ્યકાર્ડ વિશે જણાવતા કહ્યં કે કોઈ વ્યકિતની નોંધણી બીપીએલમાં ન થઈ હોય અને તેમના પરિવારમાં કોઈ વ્યકિત ગંભીર બિમારીથી પીડાતુ હોય એ સમયે તેઓ સારવારથી વંચિત ન રહે તે આશયથી આ કાર્ડની સેવા ચાલુ રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.