Abtak Media Google News

રોણકી ગામન જમીનનાં વિવાદમાં મુળ ખેડુતના વારસોએ કેસ ચાલતા સમય સુધી યથાસ્થિતની માંગ કરી ‘તી

રાજકોટ તાલુકાના રોણકી ગામના વેલાભાઈ પાંચભાઈના વારસદારોની કાયદા વિ‚ધ્ધની વેચાણ થયેલી ખેતીની જમીનમાં હાલના ખાતેદારો વિ‚ધ્ધ વેચાણ દસ્તાવેજ કરવા અંગેનો દાવો દાખલ કરેલો જેમાં કોર્ટે વચગાળાનો મનાઈ હુકમ રદ કરેલો જે હુકમ સામે વેલાભાઈના વારસદારોએ અપીલ દાખલ કરેલી અને જે અપીલ ડીસ્ટ્રીકટ કોર્ટે અપીલ મંજૂર કરતો હુકમ ફરમાવેલો છે.રાજકોટના રોણકી ગામના રેવન્યુ સર્વેની ખેતીની જમીન વેલાભાઈ પાંચાભાઈને ગણોતીયા ધારા હેઠળ મળેલો હોય અને તે મિલ્કત કાયદાની વિ‚ધ્ધમાં વેલાભાઈ પાંચાભાઈ પાસેથી દસ્તાવેજ કરાવી લીધેલો હતો. તે અંગેની જાણ વેલાભાઈના વારસદારોને તા વારસદારોએ હાલના જમીનોનાં ખાતેદારો સામે કોર્ટ સમક્ષ દસ્તાવેજો રદ કરવા અંગે અને જમીન પાછી અપાવવા અંગેનો દાવો દાખલ કરેલો અને તે દાવામાં હાલના વાદગ્રસ્ત મિલ્કતના ખાતેદારો હાલનો દાવો પૂર્ણ ન થાય ત્યાં સુધી વાદગ્રસ્ત મિલ્કતનો કોઈપણ રીતે વેચાણ કરે નહી.

તે અંગેના વચગાળાના મનાઈ હુકમની અરજી કરેલા જે અરજીમાં નીચેની કોર્ટે વેલાભાઈના વારસદારોએ કરેલી વચગાળાની અરજી નામંજૂર કરતો હુકમ ફરમાવેલો જે હુકમથી નારાજ થઈને વેલાભાઈના વારસદારોતે હુકમ સામે ડીસ્ટ્રીકટ કોર્ટમાં અપીલ દાખલ કરેલી તે અપીલ કાયદાકીય રીતે ચાલેલી અને અપીલના તબકકે વેલાભાઈના એડવોકેટની રજુઆતો અને તમામ દસ્તાવેજો ઉપર કોર્ટનું જીણવટ ભરી ધ્યાન દોરેલુ દલીલોને ધ્યાને રાખીને ડીસ્ટ્રીકટ જજ ત્રિવેદીએ નીચેની કોર્ટનો હુકમ રદ કરી નીચેની કોર્ટને વચગાળાનો હુકમમાં દલીલો ફરીથી સાંભળ્યા બાદ હુકમ ફરમાવવા અંગે જણાવેલું અને વચગાળાની અરજી ૩૦ દિવસની અંદર સાંભળીને હુકમ ફરમાવેલો.આ કામમાં વેલાભાઈના વારસદારો વતી એડવોકેટ તરીકે ધારાશાસ્ત્રી એડવોકેટ દુર્ગેશ ધનકાણી તથા વિજયભાઈ સી. સીતાપરા રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.