Abtak Media Google News

બાળકોને જીવન જરૂરી ચીજ- વસ્તુઓની કિટનું વિતરણ: પીજીવીસીએલના અધિકારીઓની પણ પ્રેરક ઉપસ્થિત

જીઈબી એન્જીનીયર્સ એસોસીએશન રાજકોટ શહેરના ઈજનેરો દ્વારા સેવાકીય પ્રવૃતિ અંતર્ગત કાલાવડ રોડ ઉપર આવેલ માનસીક દિવ્યાંગ બાળકોને જમાડવા માટેનું આયોજન કરેલ તથા તેમને જીવન જરૂરી વસ્તુૂઓ જેવી કે વેસેલિન, ટુથપેસ્ટ, સાબુૂ, તેલ, શેમ્પુ, ફીનાઈલ વેગેર વસ્તુઓની કીટ વિતરણ કરવામાં આવેલ. રાજય સરકારના સામાજીક સુરક્ષા વિભાગ હેઠળની આ સંસ્થામાં આશરે ૫૨ જેટલા દિવ્યાંગ બાળકોની  સાર સંભાળ લેવામાં આવે છે.

ઉપરોકત કાર્યમાં પીજીવીસીએલ કોર્પોરેટ ઓફીસના ચીફ ઈજનેર એચ.પી.કોઠારી શહેર વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર પી.કે.પાલા તથા જીઈબી એન્જીનીયર્સ એસોસીએશનના સેક્રેટરી જનરલ બિપીન શાહ, જનરલ સેક્રેટરી દિવ્યેશ સાવલીયા વેગેર હોદેદારો તથા મેમ્બરો મોટી સંખ્યામાં હાજર રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોપાલ પટેલ , જયેશ મારડીયા, આશીષ વારા,પરેશ ભારદ્રાજ, દિવ્યકાંત પટેલ, રાજેશ નિમાવત વેગેરએ કામગીરી કરેલ.

જીઈબી એન્જીનીયર્સ એસોસીએશન દ્વારા ગુજરાત રાજયના વિવિધ સ્થાનો જેવા કે અમરેલી, રાજકોટ, મહેસાણા, વડોદરા, ભરૂચ, ગાંધીનગર વગેરે સ્થાનો ઉપર મેમ્બરો દ્વારા સામાજીક કાયાર્ર્ે કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.