Abtak Media Google News

લોકડાઉન ચાલે ત્યાં સુધી ચાલુ રખાશે હજારો જીવોની સેવા

કાર્યકરો જીવના જોખમે ર૪ કલાક સેવા માટે કાર્યરત

રોજના ૩પ હજારનો ખર્ચ: જીવદયા પ્રેમીઓ દાતાઓને આગળ આવવા અપીલ

જીવદયા ઘર ટ્રસ્ટના પ૦ કાર્યકરોની ટીમ નિરાધાર પશુ, પક્ષીઓને ચારો, ચણ શહેરના વિસ્તારોમાં પૂરા પાડી રહી છે. જીવદયા ઘરે દાતાઓને આગળ આવવા અપીલ કરાઇ છે.

લોકડાઉનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પશુ પંખીઓની સેવા કરવા અપીલ કરી છે.

જીદવયા ઘર ટ્રસ્ટ દ્વારા તા. ૨૫-૩ થી પ૦ કાર્યકરોની ટીમ સાથે નિરાધાર પશુ પક્ષીઓ માટે ચણ, ગાયો માટે લીલો ઘાસચારો, ૧૯૦૦ થી વધુ શ્ર્વાનો માટે દૂધ શહેરના ૮૦ જેટલા વિસ્તારોમાં વિતરણ થઇ રહ્યું છે તેમજ જરુરી ડોકટરો સારવાર અને દવા પણ વેટરનરી ડોકટરો મારફત કરવામાં આવે છે.

તા. રપ-૩ થી શરુ કરેલ આ સેવા કાર્યોમાં તા. ર૦-૪ સુધીમાં આશરે ૨૨૮૦૦ લીટર શ્ર્વાનો માટે દુર તેમાં ર૦૦૦ કિલો ભાત પૌષ્ટિક તેમજ શકિત માટે અને ૧ર૦ કીલો પૌવા, શહેરના બગીચાઓ અને ઝાડ ઉપરથી ખિસકોલી અને પક્ષીઓ માટે મકાઇના ડોડા, ૪૪૪૭ કિલો કાબ, કાગડ, બગલા જેવા અન્ય પક્ષીઓ માટે ગાંઠીયા ૬૨૫ કિલો, ૩૩૦ કિલો લોટ, પર કિલો ગોળ, ૧૩ ડબા તેલ, પ કિલો દેશી ધી કીડીયારા માટે લીલો ઘાસચારો ૧૦૦૦૦ કિલો વિતરણ શહેરના દુર દુરના વિસ્તારોમાં કરવામાં આવેલ છે. તેમજ પ૦ થી વધુ નિસ્વાર્થ સેવાભાવી કાર્યકરો પોતાના જીવના જોખમે ખુબ સારી સેવાઓ ર૪ કલાક આપી રહ્યા છે. જેના પરિણામે શહેરના ૮૦ જેટલા દુર દુરના વિસ્તારોમાં અબોલ જીવોને ચપ દુધ, ઘાસ, કીડીયારુ, રોટલા, ગાંઠીયા, મકાઇના ડોડા પહોચાડી શકાય છે.

આ સેવા કાર્યોમાં કલેકટર રેમ્યા મોહનજી, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ, જૈન અગ્રણી પ્રવીણભાઇ શાહ, અમીનેશભાઇ રૂપાણી, એડવોકેટ અનીલભાઇ દેસાઇ, એડવોકેટ કમલેશભાઇ શાહ, એડવોકેટ જિગ્નેશ શાહ, મિતલભાઇ ખેતાણી, જીતુભાઇ વસા, દીલીપભાઇ વસા, હરેશભાઇ શાહ, હેમલભાઇ કપાસી, ડો. ભાવેશભાઇ ઝાફાસનિયા વિગેરે અનેક લોકો અને દાતાઓનો સહયોગ મળ્યો છે. જૈન અને આરએસએસ અગ્રણી  અપૂર્વભાઇ મણિયાર તરફથી આ સેવા કાર્ય સરસ્વતી સ્કુલ, ૪ મારૂત્નિગર, એરપોર્ટ રોડ વાપરવા આપી છે.

અમારા કાર્યકરો નિલેશભાઇ શેઠ (મો. નં. ૯૨૨૮૪ ૪૫૫૧૮) પ્રશાંતભાઇ શેઠે (મો. નં. ૯૮૨૪૫ ૧૫૦૯૭) દાન મેળવવા સારા પ્રયત્નો છે તેમજ અજયભાઇ ઠકકર, શૈલેષભાઇ ડાભી, મનીષભાઇ પોપટ, જયેન્દ્રભાઇ શેઠ, વિરેન્દ્રભાઇ ઠકકર, વિનુભાઇ બાવડેચા, દીપકભાઇ રાવલ, યશભાઇ શાહ (મો. નં. ૯૪૨૪૬ ૦૯૫૦૨), જિગ્નેશભાઇ મહેતા, સેજલભાઇ મહેતા, પિયુષભાઇ ભરડવા, જેવા અનેક પ૦ થી વધુ નિસ્વાર્થ સેવાભાવી કાર્યકરો પોતાના જીવના જોખમે અને ખર્ચે ખુબ સારી સેવાઓ ર૪ કલાક આપી રહ્યા છે. જેના પરિણામે શહેરના ૮૦ જેટલા વિસ્તારોના અબોલજીવોને ચણ, દુધ, ઘાસ, કીડીયારું , રોટલા, ગાંઠીયા, મકાઇના ડોડા પહોચાડી શકાયછે.

લોકડાઉન ચાલે ત્યાં સુધી આ સેવા ચાલુ રાખવાની છે ત્યારે હજારો જીવોના નિભાવના શુભ કાર્યો માટે દૈનિક વપરાશ રૂા ૩૫૦૦૦ ની રકમ પહોચવું મુશ્કેલ હોય આપ દાન મોકલી સહાય કરશો એવી વિનંતી છે સંસ્થાને અપાતું દાન ઇન્કમ ટેકસ ૮૦-જી હેઠળ કરમુકત છે તેમ જીવદયા ઘરે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.