Abtak Media Google News

સેન્સેકસે ફરી ૩૯ હજારની સપાટી ઓળંગી: નિફટીમાં પણ ૧૫૬ પોઈન્ટનો ઉછાળો: રોકાણકારોમાં ખુશાલી

ભારતીય શેરબજારનાં બંને આગેવાનો ઈન્ડેકસોમાં આજે જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેકસે ૫૦૮ પોઈન્ટનો અને નિફટીમાં ૧૫૬ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેકસે ફરી ૩૯ હજાર પોઈન્ટની સપાટી ઓળંગતાં રોકાણકારોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે.

ભારતીય શેરબજારમાં આજે ઉઘડતી બજારે ભારે તેજી જોવા મળી હતી. જોકે થોડી વહેચવાલી નિકળતા કામકાજ દરમિયાન એક તબકકે સેન્સેકસ રેડ ઝોનમાં પણ ગરકાવ થઈ ગયો હતો. ફરી નીચા મથાળે રોકાણકારોએ વિશ્ર્વાસ સાથે ખરીદીનો દૌર શ‚ કરતાં શેરબજારમાં તેજી વધુ મજબુત બની હતી. લોકસભાની ત્રીજા તબકકાની ચુંટણી બાદ કેન્દ્રમાં ફરી મોદી સરકાર આવી રહી હોવાનાં પ્રાથમિક તારણો મળતાં શેરબજારમાં તેજી વેગવંતી બની છે. આજે સેન્સેકસે ૩૯ હજાર પોઈન્ટની સપાટી કુદાવી હતી. તમામ સેકટરલ ઈન્ડેકસ ગ્રીન ઝોનમાં ટ્રેડીંગ કરતા જોવા મળ્યા હતા. આ લખાય રહ્યું છે ત્યારે બપોરે ૩:૧૮ કલાકે સેન્સેકસ ૫૯૦ પોઈન્ટનાં ઉછાળા સાથે ૩૯,૦૫૫ અને નિફટી ૧૫૪ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧,૩૩૦ ઉપર ટ્રેડીંગ કરી રહ્યા છે. આગામી દિવસોમાં પણ શેરબજારમાં તેજી જળવાય રહે તેવું જાણકારો માની રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.