Abtak Media Google News

લાંબા સમયી બજાર ઉપર છવાયેલા મંદીના વાદળો દૂર થતાં રોકાણકારોને રાહત

શેરબજારમાં સારા વધારાની સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૧.૫૦ ટકાનો વધારો જોવામાં આવી રહ્યો છે. નિફ્ટી ૧૦૪૮૦ ની નજીક છે જ્યારે સેન્સેક્સ ૩૪૮૦૦ ની પાર નિકળી ગયા છે. ઘણા સમયી માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળ્યા બાદ હવે આજે બજાર પોઝિટિવ જોવા મળી રહી છે

મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદારી જોવાને મળી રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ ૪ ટકા મજબૂત થયા છે જ્યારે નિફ્ટીના મિડકેપ ૧૦૦ ઈન્ડેક્સમાં પણ ૪ ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯ ટકા વધ્યા છે.

હાલમાં બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૫૦૦ અંક તેજીની સાથે ૩૪૮૦૦ ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના ૫૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી ૫૩ અંક એટલે કે ૦.૫ ટકા વધીને ૧૦૩૫૪ ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ઑટો, ફાર્મા, મેટલ, બેન્કિંગ, રિયલ્ટી, કેપિટલ ગુડ્ઝ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑયલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં ખરીદારી આવી છે. બેન્ક નિફ્ટી ૦.૩ ટકાના વધારાની સો ૨૪૬૦૮ ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જો કે આઈટી અને પીએસયૂ બેન્ક દબાણમાં જોવામાં આવી રહ્યા છે.

દિગ્ગજ શેરોમાં બજાજ ફાઈનાન્સ, ભારતી ઈન્ફ્રાટેલ, ઝિ એન્ટરટેનમેન્ટ, હીરો મોટો, ટાટા મોટર્સ, ઓએનજીસી, બજાજ ઑટો અને વેદાંતા ૩.૯-૨ ટકા સુધી ઉછળા છે. જો કે દિગ્ગજ શેરોમાં એચસીએલ ટેક, ઈન્ફોસિસ, યસ બેન્ક, વિપ્રો, અદાણી પોર્ટ્સ અને એચયૂએલ ૧.૨-૦.૬ ટકા સુધી લપસ્યા છે.

મિડકેપ શેરોમાં એનએલસી ઈન્ડિયા, શ્રીરામ ટ્રાંસપોર્ટ, નાલ્કો, એમઆરપીએલ અને પીરામલ એન્ટરપ્રાઇઝિસ ૮.૫-૫ ટકા સુધી મજબૂત થયા છે. જો કે મિડકેપ શેરોમાં સેંટ્રલ બેન્ક, રેમકો સિમેન્ટ, બર્જર પેંટ્સ, ૩એમ ઈન્ડિયા અને ભારત ફોર્જ ૫-૦.૯ ટકા સુધી ઘટ્યા છે.

સ્મોલકેપ શેરોમાં ઈન્ડો ટેક, એચઈજી, આરએસડબ્લ્યૂએમ, કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ અને ફિલિપ્સ કાર્બન ૧૫.૧-૭.૫ ટકા સુધી વધ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં મોહોતા ઈન્ડસ્ટ્રીઝ, સિમ્પ્લેઝ ઈન્ફ્રા, સોરિલ ઈન્ફ્રા, ઈન્ડિયાબુલ્સ વેંચર્સ અને આશાપુરા ઈન્ટીમેન્ટ ૧૧.૨-૫ ટકા સુધી તૂટ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.