Abtak Media Google News

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા ઓઈલ વોર અને યુદ્ધના ભણકારા વચ્ચે આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં મંદીની મોકાણ સર્જાય હતી. મંગળવાર શેરબજાર માટે અમંગળ સાબીત યો હતો. ગઈકાલે ૨૬૧ પોઈન્ટના કડાકા બાદ આજે ૬૦૦થીવધુ પોઈન્ટના ઘટાડો તાં બે દિવસમાં રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે. એક તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ બેરલના ભાવમાં વધારો ઈ રહ્યો છે તો બીજી તરફ અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું ધોવાણ ચાલુ હોવાના કારણે શેરબજાર બેઠુ વાનું નામ લેતું ની.

ગઈકાલે ઉઘડતા સપ્તાહે સેન્સેકસ અને નિફટીમાં કડાકાયા નોંધાયા બાદ આજે સતત બીજા દિવસે બજારમાં મંદીની મોકાણ સર્જાઈ હતી. ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટી ઉંધામો પટકાયા હતા. ગઈકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ બેરલના ભાવમાં જોવા મળેલા રેકોર્ડબ્રેક ૧૦ ટકા સુધીના ઉછાળાની અસર આજે શેરબજાર પર જોવા મળી હતી. રોકાણકારોમાં વિશ્ર્વાસનો સ્પષ્ટ અભાવ જોવા મળતા દિવસ દરમિયાન બજાર સતત મંદીમાં જોવા મળ્યું હતું. આજે સેન્સેકસે ૩૭૦૦૦ની સપાટી તોડતા રોકાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સોના અને ચાંદીના ભાવમાં પણ આજે ભારે ઘટાડા જોવા મળ્યા હતા તો અમેરિકી ડોલર સામે આજે રૂપિયો ૨૮ પૈસા જેટલો તુટતા ફરી ડોલરનો ભાવ ૭૨ રૂપિયાની લગોલગ પહોંચી ગયો છે.

મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્ષમાં પણ તોતીંગ કડાકા જોવા મળ્યા હતા. સતત બીજા દિવસે બજારમાં જોવા મળેલી મંદીના કારણે રોકાણકારો ખુબજ સાવચેત ઈ ગયા છે અને નવી ખરીદીી રીતસર દૂર ભાગી રહ્યાં છે. આજે મોટાભાગના સેકટરર ઈન્ડેક્ષમાં ઘટાડા જોવા મળ્યા હતા. ગેઈલ, ટાઈટન, એચયુએલ, એશિયન પેઈન્ટના શેરના ભાવ મહામંદીમાં પણ ઉંચકાયા હતા. તો હિરો મોટોકોપ, ટાટા મોટર્સ, મારૂતી સુઝુકી, એકસીસ બેંક સહિતની કંપનીના ભાવમાં ૪ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.

આ લખાય રહ્યું છે ત્યારે બપોરે ૩ કલાકે સેન્સેકસ ૬૧૯ પોઈન્ટના કડાકા સો ૩૬૫૦૪, નિફટી ૧૭૮ પોઈન્ટના ઘટાડા સો ૧૦૮૨૫ પર ટ્રેડ કરી રહ્યાં છે. જ્યારે સોનાનો ભાવ ૧૪૩ રૂપિયાના ઘટાડા સો ૩૮૦૩૭, ચાંદીનો ભાવ ૨૦૮ના ઘટાડા સો ૪૭૦૧૦ પર ચાલી રહ્યો છે. ડોલર સામે રૂપિયો ૨૮ પૈસાના ઘટાડા સો ૭૧.૮૮ પર ટ્રેડ કરી રહ્યું છે. આગામી દિવસોમાં શેરબજારમાં મંદી યાવત રહે તેવું જાણકારો માની રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.