Abtak Media Google News

ટેલીકોમ, બેંક, પાવર, રીયાલીટી અને ટેકનોલોજીના શેર તેમજ સ્મોલ કેપ અને મિડકેપ સહિતના ઈન્ડાઈસીસ પણ તળીયે

વિશ્ર્વભરમાં કોરોના વાયરસના વધતા કેસના કારણે વેપાર-ધંધાને ફટકો પડવાની દહેશતે શેરબજારમાં મંદીની મોકાણ જોવા મળી રહી છે. સેન્સેકસ છેલ્લા ૧૫ ટ્રેડીંગ દિવસથી ગગડી રહ્યો છે. આજે પણ શેરબજારમાં ૨૦૦૦ પોઈન્ટનો કડાકો બોલી જતા રોકાણકારો ફરીથી ચિંતામાં મુકાયા છે. ગભરાટના માહોલના પગલે સેન્સેકસે ૨૭૦૦૦ની સપાટી તોડીને નીચે પહોંચી ગયો હતો. આ લખાય છે ત્યારે સેન્સેકસમાં ૧૭૦૦ પોઈન્ટનું ગાબડુ છે અને ૨૭૧૫૨ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. નિફટી ફીફટીમાં પણ ૫૦૦ પોઈન્ટનું ગાબડુ છે. જે ૭૯૬૩ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે.

છેલ્લા ૪૨ દિવસમાં સેન્સેકસે ૧૩૬૬૧ પોઈન્ટ ગુમાવી દેતા રોકાણકારોના જીવ તાળવે ચોંટી ગયા છે. તા.૨૦ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ સેન્સેકસની સર્વોચ્ચ સપાટી ૪૨૨૭૪ની હતી. ત્યારબાદ ૪૨ ટ્રેડીંગ દિવસ દરમિયાન સેન્સેકસ ૧૩૬૬૧ પોઈન્ટ જેટલો પડ્યો હતો. આજે પણ ૨૦૦૦ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. અત્યાર સુધીમાં રોકાણકારોએ ૪૨.૭૫ લાખ કરોડ ગુમાવ્યા છે. નિફટીનું પણ ૪૦૦૦ પોઈન્ટ જેટલું ધોવાણ છેલ્લા ૪૨ દિવસમાં થઈ ચૂકયું છે. નિફટી જો ૭૯૦૦ની સપાટીને તોડીને ટ્રેડ થશે તો તે ૭૫૦૦ સુધી તૂટી શકે  તેવી દહેશત વ્યકત કરવામાં આવી રહી છે.

આજે બજારમાં પાવરગ્રીડ સીવાયના નિફટી-ફીફટીના તમામ શેર રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. બીએસઈ ૨૦૦ની હાલત પણ ખરાબ છે.

નિફટી-ફીફટીના એશિયન પેઈન્ટ, બજાજ ફાઈનાન્સ, બીપીસીએલ, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફ્રા ટેલ, મા‚તી એમ એન્ડ એમ, ઓએનજીસી, જીલ સહિતના શેરની હાલત ખરાબ થઈ ચૂકી છે. આ કંપનીના શેર ૮ થી લઈ ૧૨ ટકા સુધી આ લખાય છે ત્યારે ગગડી ચૂકયા છે.

4. Thursday 2 4

વૈશ્ર્વિક કક્ષાએ ક્રુડના ભાવમાં બોલી ગયેલા કડાકા બાદ અમેરિકાના ડાઉન ઝોનમાં પણ ગઈકાલે ફરીથી ઉંધી સર્કીટ લાગી હતી.

જેના કારણે ફરીથી ૧૫ મીનીટ સુધી ટ્રેડીંગ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. આજે અમેરિકા સહિતના દેશોના શેરબજારની મંદીનો પ્રકોપ ભારતીય બજાર પર પણ જોવા મળ્યો છે.

બજાર ખુલતાની સાથે જ ૧૫૦૦ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. ત્યારબાદ થોડીક ક્ષણોમાં ગાબડુ ૨૦૦૦નું થઈ જતા રોકાણકારો તોબા પોકારી ગયા હતા. જો કે ત્યારબાદ ધીમે ધીમે કવર થવા તરફ શેરબજારે ગતિ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.