Abtak Media Google News

સતત સાત સેશનમાં ઘટાડ બાદ આજે ગુરુવારે ભારતીય શેર બજારમાં ૧.૩ ટકા વધીને ટ્રેડ થઇ ગયું હતું. માર્કેટ હેવીવેઇટ ઇન્ફોસિસમાં રિકવરી અને સારા પરીણામને પગલે સિપ્લામાં ભારે લેવાલીથી શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. અગાઉના સાત સેશનમાં બીએસઇ સેન્સેકસ અને નિફટી ૫૦ ઇન્ડોઇસિસમાં ૬ ટકા જેટલું ઘોવાણ થયું હતું.

ગુરુવારે સવારથી જ બજારમાં પ્રોઝીટીવ વલણ જોવા મળ્યું હતું. બપોરે ૧૨.૨૦ વાગ્યે બીએસઇ સેન્સેકસ ૪૩૮.૮૧ પોઇન્ટ વધીને ૩૪,૫૨૧,૫૨ પોઇન્ટની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો હતો. જયારે નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી ૧૨૩.૯૦ પોઇન્ટની સપાટીે ટ્રેડ થઇ રહ્યો હતો.

એશિયાના અન્ય શેરબજારોમાં હજુ પણ સંઘર્ષનો સામનો કરી રહ્યા હોવા છતાં ભારતીય શેરબજારમાં આજે સુધારા તરફી વલણ જોવા મળ્યું હતું.

શેરબજારની ચાલ અંગે એનાલીટસોએ જણાવ્યું હતું કે, તેઓ વૈશ્ર્વિક બજારોમાં સ્થિતરતા આવવાની અપેક્ષા રાખી રહ્યા છે. પણ તેમ છતાં ભારતીય બજારમાં સાવધાની રાખવી જરુરી છે. ફુગાવો વધવાની વધવાની ભીતી  ભારતીય રીઝર્વ બેન્કને વ્યાજદરમાં વધારો કરવાની ફરજ પાડી શકે છે.

બુધવારે આરબીઆઇએ તેની સમીક્ષા બેઠકમાં ન્યુટ્રલ સ્ટાન્સ જાળવીને વ્યાજદરમાં કોઇ ફરેફાર કરવાનું ટાળ્યું હતું. મઘ્યસ્થ બેન્કે એવો સંકેત પણ આપ્યો હતો. કે તેમના ભાવિનિર્ણયનો આધાર ફુગાવાની સ્થિતિ પર નિર્ભર રહેશે.

આજે બપોરે રિયલ્ટી અને ફાર્મા શેરોમાં આકર્ષણ જોવા મળ્યું હતું. અને ાર્મા ઇન્ડેકસ ૨.૫ ટકા વધીને ટ્રેડ થઇ રહ્યા હતા. સિપ્લાએ ત્રિમાસીક નફામાં ૭ ટકાનો ઉછાળો નોંધાવ્યા બાદ આજે સવારથી જ કંપનીના શેરમાં લેવાલી જોવા મળે હતી. સિપ્લાનો શેર આજે ૬.૮૫ ટકા જેટલો જેટલો ઉછળ્યો હતો.

આ લખાય છે ત્યારે બપોરે ૨.૩૦ વાગે સેન્સેકસ ૨૧૯ પોઇન્ટ વધી ૩૪૩૦૧ અને નિફટી ૬૪ પોઇન્ટ વધી ૧૦૫૪૨ એ ટ્રેડ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.