Abtak Media Google News

નિફટીમાં પણ ૧૩૨ પોઈન્ટનો તોતીંગ કડાકો: રોકાણકારોમાં ફફડાટ

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરનાં કારણે ભારતીય શેરબજારમાં ગત સપ્તાહે મંદીની મોકાણ સર્જાય હતી જે ચાલુ સપ્તાહે પણ યથાવત રહેવા પામી છે. આજે સેન્સેકસમાં ૪૦૧ પોઈન્ટનો તોતીંગ કડાકો બોલી જતા રોકાણકારોમાં જબરો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. નિફટીમાં પણ ૧૩૨ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે.

ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં મહામંદી વ્યાપી જવા પામી હતી. આજે ઉઘડતી બજારે શેરબજારનાં બંને આગેવાન ઈન્ડેક્ષો શરૂઆતમાં ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા જોકે આ ગ્રીન સિગ્નલ થોડીવાર માટે જ ટકયું હતું ત્યારબાદ બજારમાં ફરી મંદીએ ફુફાડો માર્યો હતો. લોકસભાની ચુંટણીનાં છઠ્ઠા તબકકાનાં મતદાન બાદ હાથ ધરવામાં આવેલા સર્વેમાં ત્રિશંકુ લોકસભાનો અભિપ્રાય આવતા બજારમાં મંદી ફરી વળી છે.

આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ ૪૦૧ પોઈન્ટનાં તોતીંગ કડાકા સાથે ૩૭,૦૬૧ અને નિફટી ૧૩૨ પોઈન્ટનાં કડાકા સાથે ૧૧,૧૪૭ પર ટ્રેડ કરી રહ્યા છે. ચુંટણીનાં પરીણામ સુધી બજારમાં મંદીનો માહોલ યથાવત રહેશે તેવું જાણકારો માની રહ્યા છે. છેલ્લા બે સપ્તાહ દરમિયાન સેન્સેકસ ૧૫૦૦થી વધુ પોઈન્ટ તુટયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.