Abtak Media Google News

સેન્સેક્સ અગાઉની ૩૦,૧૮૪.૨૨ની સર્વોચ્ચ સપાટી વટાવી નવી ઉંચાઇએ પહોંચ્યો એફએમસીજી, પાવર, કેપિટલ ગુડ્ઝ અને હેલ્થકેર સહિતના તમામ ક્ષેત્રોના શેર ગ્રીન ઝોનમાં ટ્રેડ થયા

દેશમાં સામાન્ય વરસાદની આગાહી તેમજ વૈશ્વિક રાહે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ અને નિફ્ટી આજે બપોરે સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ ઈ રહ્યા હતા.

BSEસેન્સેક્સ ૨૬૪ પોઈન્ટ ઉછળીને ૩૦,૧૯૭.૬૬ પોઈન્ટની જ્યારે નિફ્ટીએ ૯,૩૯૦.૧૫ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ કર્યો હતો. છેલ્લા કેટલાંક સત્રી ભારતીય બજારમાં નેટ સેલર્સ રહેલા વિદેશી ફંડોએ ગઈકાલે ફરી લેવાલી કરતાં સેન્ટિમેન્ટ સુધર્યું હતું.ભારતીય હવામાન વિભાગે ગઈકાલે ચોમાસામાં સામાન્ય (૧૦૦ ટકા) વરસાદની આગાહી કરી હતી. ગ્રામીણ ર્અતંત્ર માટે વરસાદ ટોનિક સમાન હોવાી શેરબજારમાં પણ સુધારાની ચાલ જોવા મળી હતી.

આજે સવારે મજબૂત ખૂલ્યા બાદ સેન્સેક્સ ૨૬૪.૪૧ પોઈન્ટ અવા ૦.૮૮ ટકા વધીને ૩૦,૧૯૭.૬૬ પોઈન્ટની સપાટીએ ટ્રેડ ઈ રહ્યો હતો. આ સો સેન્સેક્સ ઈન્ટ્રા ડેમાં અગાઉની ૩૦,૧૮૪.૨૨ પોઈન્ટની સર્વોચ્ચ સપાટી વટાવીને નવી ઊંચી સપાટીને સ્પર્શ કર્યો હતો.નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પર ૭૩.૩૦ પોઈન્ટ અવા ૦.૭૮ પોઈન્ટ ઉછળીને ૯,૩૯૦.૧૫ની નવી ઊંચાઈને સ્પર્શ્યો હતો.

શેરબજારમાં તેજી તરફી ચાલનો સ્પષ્ટ નિર્દેશ આપતાં FMCG,પાવર, કેપિટલ ગૂડ્ઝ અને હેલ્કેર સહિતના તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં ટ્રેડ ઈ રહ્યા હતા.સેન્સેક્સમાં આજે વધીને ટ્રેડ ઈ રહેલા મુખ્ય શેરોમાં HUL,ભારતી એરટેલ, MM, HDFC,અદાણી પોર્ટ, સિપ્લા, પાવર ગ્રીડ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ITC, NTPC,બજાજ ઓટો, HDFCબેન્ક અને LTનો સમાવેશ ાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.