શેર બજારમાં તેજીનો તિખારો: સેન્સેક્સ 49000ની સપાટી કુદાવી

શેરબજાર અર્થતંત્રનું બેરોમીટર ગણવામાં આવે છે. આર્થિક સમીકરણો ઉજળા થતાં ભારતીય શેરબજારમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો છે. આગામી ત્રણ વર્ષમાં અર્થતંત્ર ૧૨ ટકાના વિકાસ સાથે ટનાટન રહે તેવી આશાઓ વચ્ચે આજે પણ સેન્સેક્સમાં લેવાલીનો માહોલ જોવા મળ્યો હતો, પરિણામે ૪૯ હજારની સપાટીને વટાવવામાં સફળ રહ્યો છે. એક તબક્કે સેન્સેકસમાં ૪૫૦ પોઇન્ટનું ઉછાળો જોવા મળ્યો હતો ત્યારબાદ પ્રોફિટ બુકિંગનું જોર પણ વઘ્યું હતું.

ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. આજે સેન્સેક્સ પ્રથમ વખત ૪૯ હજારને પાર ખૂલ્યો હતો. સેન્સેક્સ ૨૫૬ અંક વધી ૪૯,૦૩૯ પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી ૬૦ અંક વધી ૧૪,૪૦૯ પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઈન્ફોસિસ, એચસીએલ ટેક, ટીસીએસ, ટેક મહિન્દ્રા, એચયુએલ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે.

ઈન્ફોસિસ ૩.૭૯ ટકા વધી ૧૩૬૧.૫૫ પર કારોબાર કરી રહ્યો છે. એચસીએલ ટેક ૨.૧૮ ટકા વધી ૧૦૧૬.૧૫ પર કારોબાર કરી રહ્યો છે. જોકે અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા, એક્સિસ બેન્ક સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૭૧ ટકા ઘટી ૫૫૫૫.૪૦ પર કારોબાર કરી રહ્યો છે. ઓએનજીસી ૦.૫૦ ટકા ઘટી ૧૦૦.૧૫ પર કારોબાર કરી રહ્યો છે.

વૈશ્વિક બજારમાં પણ તેજી છે કે અમેરિકા, જાપાન, કોરિયા સહિતના દેશોના માર્કેટમાં શુક્રવારે તેજીનો ટકોરો થતાં ભારતીય બજાર પણ આજે મહદ અંશે અસર છે. અલબત સ્થાનિક સ્તરે આર્થિક વિકાસના ઉજળા આશાવાદ ના કારણે તેજીની અસર તીવ્ર જોવા મળી રહી છે.

Loading...