Abtak Media Google News

નિફટી પણ 122 પોઈન્ટ પટકાયો: ડોલર સામે રૂપિયામાં સામાન્ય મજબુતાઈ

ચાલુ સપ્તાહે શેરબજારમાં શરૂ થયેલી મંદીની મોકાણ સતત યથાવત છે. ગઈકાલે સેન્સેકસ અને નિફટીમાં સામાન્ય ઉછાળા જોવા મળ્યા બાદ આજે ફરી સેન્સેકસ અને નિફટી પટકાયા હતા. ડોલર સામે રૂપિયામાં સામાન્ય મજબુતાઈ જોવા મળી હતી. સોના અને ચાંદીનાં ભાવમાં પણ કડાકો બોલી ગયો હતો.  ઓઈલ વોરની દહેશત વચ્ચે આંતરરાષ્ટ્રી બજારમાં ક્રુડનાં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. આજે સવારે ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટી રેડ ઝોનમાં ખુલ્યા હતા. રોકાણકારોમાં વિશ્ર્વાસનો સ્પષ્ટ અભાવ જોવા મળી રહ્યો છે જેનાં કારણે મંદી દિન-પ્રતિદિન વધુ ઘેરી બનતી જાય છે. સોના-ચાંદીનાં ભાવમાં પણ આજે કડાકો બોલી ગયો હતો તો અમેરિકી ડોલર સામે આજે ભારતીય રૂપિયો ૩ પૈસા જેટલો મજબુત બન્યો હતો. આ લખાય રહ્યું છે ત્યારે સવારે ૧૦ કલાકે સેન્સેકસ ૨૪૭ પોઈન્ટનાં કડાકા સાથે ૩૬,૩૧૬ અને નિફટી ૭૪ પોઈન્ટનાં ઘટાડા સાથે ૧૦,૭૬૬ પોઈન્ટ પર ટ્રેડ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.