Abtak Media Google News

નિફટીમાં પણ ૧૪૧ પોઈન્ટનો ઉછાળો: અમેરિકન ડોલર સામે રૂપિયો ૭૬ પૈસા મજબૂત થયો: ડોલરનો ભાવ ૬૯.૮૬

અમેરિકી ડોલર સામે આજે ભારતીય રૂપિયો ૭૬ પૈસા જેટલો વધુ મજબૂત બનતા ભારતીય શેરબજારમાં ત્તેજીનો ટોન જોવા મળ્યો હતો. લાંબા સમય બાદ સેન્સેકસે ૩૬૦૦૦ પોઈન્ટની સપાટી કુદાવતા રોકાણકારોમાં ખુશાલી વ્યાપી જવા પામી હતી. આજે એક અમેરિકી ડોલરનો ભાવ ૭૦ રૂપિયાથી નીચે ૬૯.૮૬ એ પહોંચી ગયો હતો. ક્રુડ બેલરમાં પણ ઘટાડાના પગલે ત્તેજીને વધુ વેગ મળ્યો હતો.

આજે ઉઘડતી બજારે મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષ સેન્સેકસ તથા નિફટીમાં ઉછાળા જોવા મળ્યા હતા. અમેરિકી ડોલર સામે રૂપિયો વધુ મજબૂત બનતા ત્તેજીને વેગ મળ્યો હતો. આજે ડોલર સામે રૂપિયો ૭૬ પૈસા જેટલો વધુ મજબૂત બનતા અમેરિકી ડોલરનો ભાવ ૬૯.૮૬ એ પહોંચી ગયો હતો તો લાંબા સમય બાદ સેન્સેકસે ફરી એકવાર ૩૬૦૦૦ની સપાટી કુદાવી હતી. મોટાભાગના સેકટરોના શેરના ભાવ આજે ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા. આ લખાય રહ્યું છે ત્યારે બપોરે ૩ કલાકે સેન્સેકસ ૫૦૬ના ઉછાળાના સાથે ૩૬૨૨૩ અને નિફટી ૧૪૧ના ઉછાળા સાથે ૧૦૮૭૦ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યાં છે. મીડકેપ ઈન્ડેક્ષમાં પણ આજે ઉછાળો જોવા મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.