Abtak Media Google News

અમેરિકન ડોલર સામે સતત તુટતો રૂ.પિયો અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના કારણે શેરબજારમાં મંદીની સુનામી

અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાનું સતત અવમુલ્યન અને પેટ્રોલીયમ પેદાશોમાં સતત ભાવ વધારાના કારણે શેરબજારમાં મંદીની સુનામી ફરી વળી છે. ગઈકાલે ૫૦૦થી વધુ પોઈન્ટના કડાકા બાદ આજે મંદી જાણે માતમમાં ફેરવાઈ હોય તેમ ઉઘડતી બજારે મુંબઈ શેરબજારના બંને આગેવાન ઈન્ડેક્ષો ઉંધે માથે પટકાયા હતા. સેન્સેકસમાં ૬૦૦થી વધુ અને નિફટીમાં ૧૮૫થી વધુ પોઈન્ટનો તોતીંગ કડાકો બોલી જતા રોકાણકારોના અબજો રૂપિયાનું રિતસર ધોવાણ થઈ ગયું હતું. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ ૬૨૩ અને નિફટી ૧૯૧ પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે.

છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદી જાણે વિકરાળ બની હોય તેમ આજે ઉઘડતી બજારે સેન્સેકસમાં ૬૦૦ અને નિફટીમાં ૧૮૫ પોઈન્ટનો તોતીંગ કડાકો બોલી જતા રોકાણકારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. અમેરિકન ડોલર સામે આજે રૂપિયો પણ ૭૩.૭૭ની લાઈફ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો હતો.

પેટ્રોલ-ડીઝલમાં સતત ભાવ વધારો અને ડોલર સામે રૂપિયાના અવમુલ્યનના કારણે છેલ્લા બે માસથી ભારતીય શેરબજાર મંદીની ગરતામાં ધકેલાઈ ગયું છે. આજે મોટાભાગના સેકટરો રેડ ઝોનમાં જોવા મળ્યા હતા. અમુક કંપનીના શેરના ભાવમાં તોતીંગ કડાકા બોલી ગયા હતા. છેલ્લા કેટલાક દિવસથી શેરબજારમાં સતત ઘટાડાના પગલે રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે. શેરબજાર કયારે મંદીની મોકાણમાંથી બહાર આવશે તે કહેવું જાણકારો માટે પણ મુશ્કેલ બની ગયું છે. આ લખાય રહ્યું છે ત્યારે સવારે ૧૦:૨૫ કલાકે સેન્સેકસ ૬૪૩ પોઈન્ટના ઘટાડા સાથે ૩૫,૩૨૩ અને નિફટી ૧૯૭ પોઈન્ટના કડાકા સાથે ૧૦,૬૬૧ પોઈન્ટ પર કામ કરી રહ્યા છે. સ્મોલ કેપ અને મીડ કેપ ઈન્ડેક્ષમાં પણ આજે ભયંકર કડાકા જોવા મળ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.